- કંડલાથી કરાંચી જઇ રહેલા ચીનના શિપને અટકાવાયું
- શિપમાં 22 ક્રૂ મેમ્બરો સવાર હતા
- CUIUન નામના જહાજને કસ્ટમ દ્વારા રોકાયુ
- શંકાસ્પદ માલ સામાનની બાતમીના આધારે અટકાવાયું જહાજ
- ચીનના 22 સભ્યોને કંડલા પોર્ટ પર રખાયા
- સંભવિત કોરોના વાયરસનો ખતરો ફેલાયો
કચ્છના કંડલા બંદરે થઈને કરાચી જઈ રહેલા ચીનના શીપને અટકાવવામાં આવ્યું છે. કંડલામાં ખાતે આ શીપની તપાસમાં હોંગકોંગથી આવેલા અને કરાંચી જતાં ચીનના શીપમાં શંકાસ્પદ ગુડ્સ હોવાની માહિતી મળી છે.
શનિવારથી ચાલતી તપાસમાં આ જહાજમાં પાકિસ્તાન માટેના વિન્ડમીલના સાધનો ની સાથે મિસાઇલ જેવી કોઇ યુદ્ધ સામગ્રી હોવાની સંભાવનાના પગલે અન્ય તપાસ એજન્સીઓ પણ આ શીપની તપાસ માં જોતરાઈ છે.
કંડલા પોર્ટ ખાતે હોંગકોંગના આ શીપમાં મળેલી શંકાસ્પદ વસ્તુઓને કારણે ચકચાર મચી ગઈ છે. હોંગકોંગથી આવેલા આ શીપમાં ડી ચીન જિંગ નામના ચીની ફ્લેગ ધરાવતા શીપમાંથી આ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા સંબધિત વિભાગના નિષ્ણાંતની ટીમને બોલાવવામાં આવી હતી.
રાષ્ટ્રીય સુરક્ષાને લગતી તપાસ હોવાથી આ અંગે કાહ્સ કોઈ માહિતી અધિકારીઓ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ તમામ સામગ્રી પાકિસ્તાનના પોર્ટ કાસિમમાં ઉતારવાની હતી, હાલ તો શીપ ને અટકાવીને તપાસ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
