કોંગ્રેસનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ બઢતીમાં અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું છે કે, આરએસએસ અને ભાજપના લોકો ગમે તેટલા સ્વપ્ન જોતા હોય, અમે અનામતનો અંત લાવવા દેશું નહીં. તેમણે કહ્યું, ‘સરકાર સતત બંધારણ પર હુમલો કરી રહી છે. સંસદમાં, અમે તેમને બોલવા નથી દેતા અને ન્યાયતંત્ર ઉપર દબાણ લાવી રહ્યા છીએ. નોંધપાત્ર વાત એ છે કે, SC એ પોતાના ચુકાદામાં કહ્યું છે કે, બઢતીમાં અનામત એ મૂળભૂત અધિકાર નથી, કે નથી રાજ્ય સરકારો તેનો અમલ કરવા માટે બંધાયેલ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપ અને આરએસએસના ડીએનએમાં અનામત ડંખે છે . હું ભારતની જનતાને, ખાસ કરીને દલિત, ઓબીસી, એસસી-એસટી સમાજના લોકોને કહી રહ્યો છું, મોદીજી સ્વપ્ન જુવે કે, મોહન ભાગવત જી સ્વપ્ન જુવે, અમે અનામતનો અંત લાવવા દેશું નહીં.
આપને જણાવી દઇએ કે, સુપ્રીમની એલ નાગેશ્વરા રાવ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે, બઢતીમાં અનામત એ નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી અને રાજ્ય સરકારો તેના માટે બંધાયેલી હોઈ શકે નહીં. એટલું જ નહીં, કોર્ટ તે પણ કહ્યું કે, કોર્ટ પણ સરકાર માથે આ માટે દબાણ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 16(4) અને (4A) ની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ (એસસી / એસટી) ના ઉમેદવારોને બઢતીમાં અનામત આપી શકે છે, પરંતુ આ નિર્ણય રાજ્ય સરકારો લઇ શકે છે અને આપવી કે નહીં તે રાજ્ય સરકાર પર નિર્ભર છે.
જો કોઈ રાજ્ય સરકાર આ કરવા માંગે છે, તો તેને જાહેર સેવાઓમાં તે વર્ગની રજૂઆતના અભાવને લગતા ડેટા એકત્રિત કરવા પડશે, કારણ કે અનામત વિરુદ્ધ કોઈ કેસ આવે ત્યારે આવા કેસો કોર્ટમાં રાખવાના રહેશે, જેથી તેનો સાચો હેતુ જાણી શકાય, પરંતુ સરકારોને આ કરવા માટે દબાણ કરી શકાતું નથી.
ઉલ્લેખનીય છે કે, બેંચનો આદેશ ઉત્તરાખંડ હાઈકોર્ટના 15 નવેમ્બર 2019 ના નિર્ણય પર આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારને એસસી-એસટી કર્મચારીઓને સેવા અધિનિયમ, 1994 ની કલમ 3 (7) હેઠળ બઢતીમાં અનામત આપવા જણાવ્યું હતું, જ્યારે ઉત્તરાખંડ સરકાર અનામત નહીં આપવાનો નિર્ણય લીધો હતો. ઉત્તરાખંડ સરકાર આ મામલે SCમાં ગઇ હતી.
આ કેસ ઉત્તરાખંડમાં જાહેર બાંધકામ વિભાગમાં સહાયક ઇજનેર (સિવિલ) ની જગ્યાઓને બોઢતીમાં એસસી / એસટી કર્મચારીઓને અનામત આપવાના મામલે સામે આવ્યો હતો, જેમાં સરકારે અનામત નહીં આપવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે હાઇકોર્ટે સરકારને આ કર્મચારીઓને આપવા જણાવ્યું હતું. બ{તીમાં અનામત આપવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
હાઇકોર્ટે કહ્યું હતું કે, ખાલી પડેલી તમામ જગ્યાઓ સહાયક ઇજનેરની જગ્યાઓ પર બઢતી દ્વારા જ ભવિષ્યમાં એસસી અને એસટીના સભ્યો પાસેથી ભરવામાં આવે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના બંને ચુકાદાઓને અયોગ્ય ગણાવી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
