Not Set/ ક્લબ મેમ્બરશીપ ધારકો આનંદો, હવેથી વાર્ષિક ફી પર જીએસટીની ચુકવણી નહિ કરવી પડે…!

કર્ણાવતી ક્લબને લઈને મોટો નિર્ણય ક્લબે વાર્ષિક ફી પર જીએસટી રદ કર્યો ક્લબની વાર્ષિક ફી પર 18 ટકા જીએસટી રદ કર્યો અમદાવાદના 10 લાખ લોકોને થશે લાભ અમદાવાદની વિવધ ક્લબના મેમ્બર ધારકો માટે ખુશીના સમાચાર છે.  મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના ચુકાદાથી હવે ક્લબના સભ્યોએ ભરવી પડતી વાર્ષિક ફી તેમજ સભ્યપદ માટેની ફી પર 18 ટકા […]

India Business
  • કર્ણાવતી ક્લબને લઈને મોટો નિર્ણય
  • ક્લબે વાર્ષિક ફી પર જીએસટી રદ કર્યો
  • ક્લબની વાર્ષિક ફી પર 18 ટકા જીએસટી રદ કર્યો
  • અમદાવાદના 10 લાખ લોકોને થશે લાભ

અમદાવાદની વિવધ ક્લબના મેમ્બર ધારકો માટે ખુશીના સમાચાર છે.  મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના ચુકાદાથી હવે ક્લબના સભ્યોએ ભરવી પડતી વાર્ષિક ફી તેમજ સભ્યપદ માટેની ફી પર 18 ટકા GST માંથી મુક્તિ આપવામાં આવી છે. અને આ મુક્તિ શહેરની કર્ણાવતી, રાજપથ, વાયએમસીએ, રોટરી સહિતની તમામ ક્લબને આ નિયમ લાગુ પડશે. અંદાજે શહેરની 100થી વધુ ક્લબના અંદાજે 10 લાખ સભ્યોને આ લાભ મળશે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કર્ણાવતી અને રાજપથ ક્લબમાં 15-15 હજાર મેમ્બર, વાયએમસીએ 9 હજાર, સ્પોર્ટસ ક્લબ 11 હજાર,  ક્લબ ઓ સેવન, રાયફલ ક્લબ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ જેવી ક્લબના અંદાજે 10 લાખથી વધુ સભ્ય છે. આ તમામને મેમ્બરશીપ-એન્ટ્રી ફી પર જીએસટીમાંથી મુક્તિ મળશે.

મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના કેસમાં અગાઉ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની ફી ઉપર જીએસટી લાગશે. પરંતુ આની સામે કરદાતાએ અપીલ એન્ડ એડવાન્સ રૂલિંગમાં અપીલ કરતા આગળ આપેલા ચુકાદાને રદ કરીને જણાવ્યું કે, રોટરી ક્લબ ઓફ મુંબઇ ધંધાની વ્યાખ્યામાં જીએસટી એકટ મુજબ આવતી નથી.

જેને કારણે ક્લબ દ્વારા મેમ્બરને આપવામાં આવતી સર્વિસ ઉપર જીએસટી લાગી શકે નહીં. સામાન્ય રીતે કલબ દ્વારા વાર્ષિક ફી, દાખલ ફી, લગ્ન પ્રસંગ માટે હોલનો ખર્ચ, કેટરિંગ ખર્ચ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના ખર્ચ કલબના વહીવટ માટે કરાય છે. જેથી કલબ દ્વારા ઉઘરાવાતી ફી ઉપર જીએસટી લાગી શકે નહીં. આ ચુકાદાથી સભ્ય ફી ઉપર લેવાતા જીએસટીમાંથી મુક્તિ મળશે. જેનાથી આગમી સમય દરમિયાન કલબના સભ્યોને જીએસટીમાં 18 ટકા જેટલી રકમનો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.