Not Set/ કોઈ અધર્મી સંકટમાં ફસાઈ જાય છે, ત્યારે તેને ધર્મની યાદ આવે છે : શ્રી કૃષ્ણ

મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. કૌરવ સેનાના અનેક મહાન યોદ્ધાઓ માર્યા ગયાં હતાં. ત્યારબાદ અર્જુન અને કર્ણનો આમનો-સામનો થયો, તેમનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણાના રથનું પૈડું જમીનમાં ઘૂસી ગયું.કર્ણ રથથી ઊતર્યો અને રથનું પૈડું બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો. અર્જુને પોતાના ધનુષ પર બાણ ચઢાવી રાખ્યું હતું. કર્ણે અર્જુનને […]

Uncategorized

મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. કૌરવ સેનાના અનેક મહાન યોદ્ધાઓ માર્યા ગયાં હતાં. ત્યારબાદ અર્જુન અને કર્ણનો આમનો-સામનો થયો, તેમનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણાના રથનું પૈડું જમીનમાં ઘૂસી ગયું.કર્ણ રથથી ઊતર્યો અને રથનું પૈડું બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો.

Image result for mahabharat shrikrishna

અર્જુને પોતાના ધનુષ પર બાણ ચઢાવી રાખ્યું હતું. કર્ણે અર્જુનને કહ્યું કે તું કાયરોની જેમ વ્યવહાર ન કર, એક હથિયાર લગરના યોદ્ધા પર પ્રહાર કરવાનું તારા જેવા યોદ્ધાને શોભા નથી દેતું. મને રથનું પૈડું કાઢવા દે, પછી હું તારી સાથે યુદ્ધ કરીશ. થોડીવાર રોકાઈ જા.

Image result for mahabharat shrikrishna

શ્રીકૃષ્ણને કહ્યું કે જ્યારે કોઈ અધર્મી સંકટમાં ફસાઈ જાય છે, ત્યારે તેને ધર્મની યાદ આવે છે. જ્યારે દ્રોપદીનું ચીર હરણ થઈ રહ્યું હતું, ત્યારે દ્યુત ક્રીડામાં કપટ થઈ રહ્યું હતું, ત્યારે કોઈને ધર્મનો સાથ આપ્યો ન હતો. વનવાસ પૂરો થયા પછી પાંડવોએ તેમનું રાજ્ય પાછું ન આપ્યું, 16 વર્ષ એકલા અભિનન્યુને અનેક યોદ્ધાઓએ ઘેરીને મારી નાખ્યો, તે અધર્મ ન હતો. શ્રીકૃષ્ણની વાતો સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયો. શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે તું અટકીશ નહીં બાણ ચલાવ.

Image result for mahabharat shrikrishna

અર્જુને તરત જ કૃષ્ણની વાત માનીને કર્ણ પર પ્રહાર કર્યો. બાણ લાગ્યા પછી અર્જુને કર્ણની દાનવીરતાની પ્રશંસા કરી હતી. કર્ણએ દરેક વખતે દુર્યોધનને અધાર્મિક કામોમાં સહયોગ આપ્યો હતો, તેને લીધે અર્જુનના હાથે માર્યો ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.