Not Set/ MI vs DC/ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવી પહેર્યો નંબર 1 નો તાજ

  ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં સતત સારું પ્રદર્શન કરનારી મુંબઇ ઇન્ડિયન્સે ખૂબ મહત્વની મેચમાં દિલ્હીને 5 વિકેટથી હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક મેળવી લીધો છે. દિલ્હીનાં 163 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા, રોહિત શર્મા જલ્દી આઉટ થયો ત્યારે મુંબઇની શરૂઆત નબળી હતી, પરંતુ ત્યારબાદ વિકેટકીપર ક્વિન્ટન ડી કોક 36 બોલમાં 53 અને સૂર્યકુમાર યાદવે 32 […]

Uncategorized
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં સતત સારું પ્રદર્શન કરનારી મુંબઇ ઇન્ડિયન્સે ખૂબ મહત્વની મેચમાં દિલ્હીને 5 વિકેટથી હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક મેળવી લીધો છે. દિલ્હીનાં 163 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા, રોહિત શર્મા જલ્દી આઉટ થયો ત્યારે મુંબઇની શરૂઆત નબળી હતી, પરંતુ ત્યારબાદ વિકેટકીપર ક્વિન્ટન ડી કોક 36 બોલમાં 53 અને સૂર્યકુમાર યાદવે 32 બોલમાં 53 રન બનાવ્યા અને મુંબઈની જીતને સરળ બનાવી હતી.

આપને જણાવી દઇએ કે, દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરનાં ક્વોટામાં 162 રન બનાવ્યા હતા. ઓપનર શિખર ધવને અંત સુધીમાં અણનમ 69 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે ઉપયોગી 42 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ક્રુનાલ પંડ્યાએ 2 અને બોલ્ટે 1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.