Not Set/ LRD આંદોલન અંગે પાટણ  ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું, CM વિજય રૂપાણી આ અંગે કાયદાકીય સલાહ લઇ જ રહ્યા છે

છેલ્લા ૬૩ દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે LRD  મહિલા ઉમેદવારો અંદોલન કરી રહી છે. છતાંય સરકાર દ્વારા આ મહિલાઓ પ્રત્યે કોઈં સહાનુભુતિ ઉપજી નથી. છેલ્લા 20 દિવસથી આ કેટલીક મહિલાઓ દ્વારા અનશન પણ શરુ કરવામાં વ્યુ છે. અને કેટલીક મહિલાઓની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલ પણ લઇ જવામાં આવી છે. ત્યારે  ભાજપના પાટણથી સાંસદ ભરતસિંહ […]

Uncategorized

છેલ્લા ૬૩ દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે LRD  મહિલા ઉમેદવારો અંદોલન કરી રહી છે. છતાંય સરકાર દ્વારા આ મહિલાઓ પ્રત્યે કોઈં સહાનુભુતિ ઉપજી નથી. છેલ્લા 20 દિવસથી આ કેટલીક મહિલાઓ દ્વારા અનશન પણ શરુ કરવામાં વ્યુ છે. અને કેટલીક મહિલાઓની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલ પણ લઇ જવામાં આવી છે.

ત્યારે  ભાજપના પાટણથી સાંસદ ભરતસિંહ ડાભી lrd મહિલા ઓ ને મળવા પહોંચ્યા હતા. અને કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇચ્છે છે કે  વિવાદીત પરિપત્ર પાછો લેવામાં આવે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર અનામતની આ મુશ્કેલીમાં મોટો નિર્ણય કરશે. થોડા દિવસો પહેલા પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હાલ સરકાર કાયદાકીય સલાહ લઇ રહી છે. જે બાદ અનામતના મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ- GADએ સુપ્રિમ કોર્ટના ચાર ચૂકાદાઓનું ખોટું અર્થઘટન કરીને ૩૩ ટકા મહિલા અનામત સંદર્ભે એક -ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવ કર્યાની ફરિયાદ છે. GADના આ ઠરાવથી GPSC ક્લાસ વન-ટુ અને પોલીસ ઈન્સ્પેક્ટરની સીધી ભરતીમાં અન્યાય થાય છે તેવો આંદોલનકારીઓનો આક્ષેપ છે.

ઉલ્લેખનીય છે કે, આંદોલનકારીઓનો દાવો છે કે, આ ઠરાવ માત્ર અનામત વર્ગ જ નહી બિન અનામત વર્ગ અને બહેનો માટે પણ નુકશાનકર્તા છે. બંધારણએ આપેલા સામાન્યતાના સિધ્ધાંતોનું ખોટુ અર્થઘટન થઈ રહ્યું છે. ત્યારે હવે તમામ લોકોની નજર રાજ્ય સરકાર તરફ મંડાઇ છે. તમામ લોકો સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.