Not Set/ #DelhiAssemblyElectionResult2020/ ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ભાજપનાં ઉમેદવારથી 1600 મતોથી પાછળ

દિલ્હીની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને એક બાદ એક રાઉન્ડમાં મહારથીઓ ના હદયનાં ઘબકારા વધી રહ્યા છે. ખાસ કરીને તમામનું ધ્યાન જેના પર મંડાયેલું છે તેવા ઉમેદવારોમાં ખુદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, દિલ્હી ભાજપનાં પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી, ભાજપનાં વિવાદીત વિધાનોથી કંપાયેલા કપિલ મિશ્રા, આપમાંથી કોંગ્રેસમાં ગયેલા અલકા લાંબા અને આતિશી સહિતનાં નેતાઓ […]

Top Stories Gujarat Assembly Election 2022 India

દિલ્હીની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને એક બાદ એક રાઉન્ડમાં મહારથીઓ ના હદયનાં ઘબકારા વધી રહ્યા છે. ખાસ કરીને તમામનું ધ્યાન જેના પર મંડાયેલું છે તેવા ઉમેદવારોમાં ખુદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, દિલ્હી ભાજપનાં પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી, ભાજપનાં વિવાદીત વિધાનોથી કંપાયેલા કપિલ મિશ્રા, આપમાંથી કોંગ્રેસમાં ગયેલા અલકા લાંબા અને આતિશી સહિતનાં નેતાઓ છે.

સૌથી ચોંકાવનારા વલણો ચોથા રાઉન્ડની મતગણતરી પછી પાટપરગંજ વિધાનસભા મતક્ષેત્રમાંથી સામે આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, ભાજપના રવિ નેગીથી 1600 મતોથી પાછળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પાછલા તમામ રાઉન્ડમાં ભાજપની લીડ ઉત્તરોતર વધતી નોંધવામાં આવી રહી છે, જો આ સીટ પરથી સિસોદીયાને હારનું મોઢુ જોવું પડે છે તો, કેજરીવાલ માટે ગઢ આવ્યો, પરંતુ સિંહ ગયો જેવી સ્થિતિ થશે, જ્યારે ભાજપનાં રવિ નેગી ચૂંટણીનાં જાયંટ કિલર નંબર વન સાબિત થશે.

કેજરીવાલની જીત નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે છાતી ઠોકીને ભાજપની જીતનો દાવ કરનારા દિલ્હી ભાજપનાં પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી તો તમામ માધ્યમોમાંથી ગાયબ જ જોવામાં આવી રહ્યા છે. અલકા લાંબા અને આતિશી પછડાટ ખાતા જોવામાં આવી રહ્યા છે. ત્યારે કપિલ મિશ્રાને વિવાદીત નિવેદનો તારી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.