દિલ્હી ચૂંટણી પરિણામોનાં શરુઆતી વલણોએ જાહેર કરી દીધું છે કે દિલ્હીવાસી કેજરીવાલને દિલ દઇ ચૂક્યા છે. દિલ્હી ભાજપનાં માઝી મનોજ તિવારીની શરુઆતી વલણની સ્થિતિ જોઇ ગાયક કિશોર કુમારનું પ્રખ્યત ગીત ગુંજતુ સંભળાઇ રહ્યું છે કે, ” જબ માઝી નાવ ડુબો વે, ઉસે કોન બચાયે” અહીં પણ ખુદ માઝી મનોજની નાવ પણ કેજરીનાં કહેરમાં તણાતી જોવામાં આવી રહી છે અને મનોજ તિવારી ખુદ શરુઆતી વલણમાં હારતા જોવામાં આવી રહ્યા છે.
તમામ વાતો વચ્ચે કેજરીવાલનાં ચાહકો દ્વારા કેજરીવાલને કઇંક અનોખી રીતે જ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. અને દિલ્હીમાં લોકોનાં હાથમાં ” 2024 – KEJRIWAL Vs MODI” નાં પોસ્ટરો અને પ્લેકાર્ડસ જોવામાં આવી રહેયા છે. કેજરીવાલની ભાજપને માત આપવાની સ્ટ્રેટેજી બખુબી પોતાનું કામ સફળતાથી કર્યું છે ની ગવાહી વલણો કે પરિણામો દ્વારા આપી રહી છે.
An Aam Aadmi Party supporter at party office in Delhi. #DelhiResults pic.twitter.com/7WhhzIhQao
— ANI (@ANI) February 11, 2020
આપને જણાવી દઇએ કે, શરુઆતી વલણોમાં દિલ્હીમાં કેજરીવાલની કામગીરીએ ભાજપના કહેવાતા તમામ “વાદો” ને મહાત કરી દીધા છે. દિલ્હીની પ્રજાએ અમુક અંશે કોઇનાં પણ કહેવામાં આવ્યા વિના દિલ્હી બેલી તરીકે અરવિંદ કેજરીવાલને તેના કરેલા કામનાં આધારે પસંદ કર્યા છે. આમ આદમી પાર્ટ દ્વારા અપનાવાયેલ પ્રચાર રીતેમાં AAP અને ખાસ કરીને કાજરીવાલે વિરોઘ પક્ષો અને વિરોધપક્ષોનાં નેતાને કોઇ પણ જગ્યાએ સીધા નિશાન ન બનાવી પોતાનાં કામ અને કામ કરવાની મનછાને જ પ્રજા વચ્ચે પ્રેજેક્ટ કરી હતી.
એક રીતે દિલ્હીમાં આમતો તે પણ નોંધનીય બાબત આ ચૂંટણીમાં જોવામાં આવી હતી અને તે એ હતી કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસની હાજરીમાં આપ અને ભાજપનો દ્વિપક્ષી ચૂંટણી જંગ. ભાજપ દ્વારા રાષ્ટ્રવાદી વલણ અપનાવી આપનાં કેજરીવાલ પર સીધા જ તીર તાકવાની અને વખત કોશિશ કરવામાં આવી અને કેજરીવાલ દ્વારા બરોબર આ વાત ધ્યાનમાં રાખી ભાજપની શિર્ષ નેતાગીરી પર કોઇ જગ્યાએ સીધો વાર કરવામાં આવ્યો ન હતો.
કેજરીવાલ દ્વારા પોતાનાં કામની ઓથ મેળવી ભાજપ દ્વારા કરવામાં આવેલ તમામ હુમલાને ખળવામાં આવ્યા હતા અને શાળા બાબતે ભાજપની શિર્ષ નેતાગીરી દ્વારા ઉછાળવામાં આવેલી હકીકતો ને કેજરીવાલ દ્વારા તેની જ સ્ટાઇલમાં તેના દ્વારા વાપરવામાં આવેલ પ્રચાર માધ્યમમાં જ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. એક સમયે કેજરીવાલ પર હુમલા અને કેજરીવાલ દ્વારા હુમલા(જુમલા)નાં બચાવમાં કરવામાં આવેલ સાબિતી સાથેની દલિલોથી ખુદ ભાજપ પણ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયેલું નજરે આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
