Not Set/ IND vs NZ 3rd ODI/ રાહુલની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે મુક્યો પહાડ જેવો ટાર્ગેટ

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ખરાબ શરૂઆત બાદ પણ 297 રનનો ટાર્ગેટ મુક્યો છે. આ મેચમાં એકવાર ફરી કે.એલ.રાહુલે બેટથી તાબડતોડ બેટિંગ કરતા સદી ફટકારી છે. વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા મેદાનમાં આવી હતી અને તેણે સાત વિકેટનાં નુકસાન પર 296 રન બનાવ્યા હતા. એટલે કે, આ મેચ જીતવા માટે […]

Top Stories Sports

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ખરાબ શરૂઆત બાદ પણ 297 રનનો ટાર્ગેટ મુક્યો છે. આ મેચમાં એકવાર ફરી કે.એલ.રાહુલે બેટથી તાબડતોડ બેટિંગ કરતા સદી ફટકારી છે. વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા મેદાનમાં આવી હતી અને તેણે સાત વિકેટનાં નુકસાન પર 296 રન બનાવ્યા હતા. એટલે કે, આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડને હવે 297 રન બનાવવાનાં રહેશે. આજની મેચમાં કેએલ રાહુલે ફરી એકવાર શાનદાર સદી ફટકારી હતી. વનડેમાં કેએલ રાહુલની આ ચોથી સદી છે.

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં શ્રેયસ ઐયર અને લોકેશ રાહુલ ભારત માટે એક સારી શોધ સાબિત થયા છે. આ બંને સતત 4 અને 5 નંબર પર પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે તેઓ પાર્ટનરશીપ કરવામાં પણ શ્રેષ્ઠ સાબિત થઇ રહ્યા છે. ઐયર અને રાહુલ વચ્ચેની જુગલબંદીની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

https://twitter.com/ICC/status/1227098547805413376?s=20

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડેમાં આ જોડીએ સદીની ભાગીદારી નોંધાવીને ભારતીય ટોપ ઓર્ડરની નિષ્ફળતાને છુપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.

https://twitter.com/ICC/status/1227078670008930304?s=20

બે ઓવલમાં થયેલ આ મેચમાં ઐય્યર-રાહુલે 130 રનોની ભાગીદારી કરી હતી. ઐયરે આઉટ થયા પહેલા 63 રનની ભાગીદારી કરી હતી, જ્યારે રાહુલ સદી સાથે ઈનિગ્સને આગળ વધારી હતી.

ફરી એક વખત ઓપનિંગ જોડી ભારત માટે ખરાબ સાબિત થઈ જ્યારે મયંક અગ્રવાલ માત્ર 1 અને કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવી આઉટ થયા ગયા છે. ત્યારબાદ ઇનિંગ્સને આગળ વધારવા માટે પૃથ્વી શો મેદાનમાં આવ્યો હતો, જેના માટે આજનો દિવસ એક સારી તક લઇને આવ્યો પરંતુ તે 40 રન બનાવીને આઉટ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતે ટી 20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને વ્હાઇટવોશ કરી હતી. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ વનડે શ્રેણીમાં આ કરવા પર નજર રાખશે.

બંને ટીમોનાં પ્લેઇંગ ઇલેવન નીચે મુજબ છે.

ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન):

માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લેથમ (વિકેટકીપર), જેમ્સ નીશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, કાઇલ જેમિસન, હમિશ બેનેટ

ભારત (પ્લેઇંગ ઇલેવન):

પૃથ્વી શો, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, લોકેશ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.