ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે વેઇટલિફ્ટિંગમાં મેડલ મેળવવાની ભારતની 21 વર્ષની આશા ફળીભૂત થઇ છે. ચાનુએ 49 કિલોગ્રામ મહિલા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં આ મેડલ જીત્યો હતો. મીરાબાઈએ સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં કુલ 202 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો. લોકો સોશિયલ મીડિયા પર પણ મીરાબાઈ ચાનુને દિલથી અભિનંદન આપી રહ્યા છે. આ મોટી જીત બાદ તેણે એક મુલાકાતમાં પીત્ઝા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેની ઇચ્છાને ધ્યાનમાં રાખીને, ડોમિનોઝે તેને લાઇફટાઇમ ફ્રી પિઝા આપવાની જાહેરાત કરી છે.
ડોમિનોઝે ટ્વીટ કર્યું, “તેણીએ કહ્યું અને અમે તે સાંભળ્યું. અમે ક્યારેય નથી ઇચ્છતા કે મીરાબાઈ ચાનુ પીત્ઝા ખાવાની રાહ જોવે. તેથી જ અમે તેને જીવનભર નિ:શુલ્ક ડોમિનોઝ પિઝા આપી રહ્યા છીએ.” કંપનીના આ નિર્ણયની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર લોકો આ માટે ડોમિનોઝનો આભાર માની રહ્યા છે. મીરાબાઇ પહેલા, 2000 માં સિડની ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં કર્ણમ મલ્લેશ્વરીએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 21 વર્ષ બાદ હવે મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.
Just heard @mirabai_chanu on @ndtv with @Vimalsports. She says the first thing she wants to do is eat a pizza 🍕 after all the hard training 😀 #SilverMedal
— Nidhi Razdan (@Nidhi) July 24, 2021
I am thankful to our entire nation for their prayers and goodwishes. pic.twitter.com/z0gH6Pnn6l
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 25, 2021
મીરાબાઈ ચાનુએ ટ્વિટર પર વીડિયો અપલોડ કરીને ચાહકોનો આભાર માન્યો છે. મીરાબાઈ ચાનુએ કહ્યું કે, ગઈકાલે મેં ઓલિમ્પિક્સમાં મારું પહેલું મેડલ જીત્યું હતું. બધા ભારતીયોએ મારા માટે પ્રાર્થના કરી અને હું મારો પ્રથમ ચંદ્રક તમામ દેશવાસીઓને અર્પણ કરવા માંગુ છું. ”તેમણે પોતાની સફળતાનો શ્રેય તમામ દેશવાસીઓને આપ્યો છે. મીરાબાઈ ચાનુએ વધુમાં કહ્યું કે, બધા દેશવાસીઓને કારણે જ હું ઓલિમ્પિક રમતોમાં આટલી મોટી સફળતા મેળવી શકી . હું તમારો આભાર માનું છું.
