છેલ્લા ૨૪ જાન્યુઆરી એ મળેલા જામીન બાદ હાર્દિક પટેલ ઘરે નહિ પહોચ્યાં હોવાના તેમની પત્ની કિંજલ પટેલના દવા બાદ આજે હાર્દિક પટેલ સોશિયલ મીડ્યામાં દેખાયા છે. અને તેમને તેમના ટ્વીટર પર બે પોસ્ટ મુકી છે અને સરકાર પર આક્ષેપ કર્યા છે.
તેમને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગી હતી. પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. 15 દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે નહોતો.
https://twitter.com/HardikPatel_/status/1227116134748622848
જયારે બીજા ટ્વીતમાં તેમણે લખ્યું છે કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિન જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ. જલ્દી મળીશું. જય હિન્દ
https://twitter.com/HardikPatel_/status/1227116134748622848
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મળેલી પાસ ની બેઠકમાં હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ હાજર રહ્યા હતા. અને કહ્યું હતું કે, 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
