આજે બુધવારના રોજ ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ સરકાર દ્વારા LRD મુદ્દે 1-8 ના પરિપત્રને રદ કરવાની વાત હતી. બિન અનામત વર્ગની ચિંતન શિબિરમાં સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જો બિન અનામત વર્ગની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઈ પણ નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે તો બિન અનામત વર્ગ દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવીહતી.
બિન અનામત વર્ગની લાલ આંખ, – સરકાર પૂછ્યા વિના પરિપત્રમાં ફેરફાર કરશે તો …… !!
LRDનાં પરિપત્રમાં ફેરફાર, સરકારના ગાળામાં ભરાયો અનામતનો ગાળીયો, કોને મળશે ન્યાય ..?
LRD ભરતી વિવાદ / બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ખટખટાવ્યો અદાલતનો દરવાજો
આ મીટીંગમાં પરિપત્ર સાથે કોઇ બાંધ છોડ નહીં થાય તેવું સ્પષ્ટતા દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતુકે, ગાંધીનગર કલેક્ટરને મળવા જઇશુ. સરકારે ચર્ચા મામલે સમય આપવો પડશે. સીએમને મળીને રજૂઆત કરવામાં આવશે. રાજકીય દબાવમાં આવીને સરકારે આ નિર્ણય લીધો છે. તો વધુમાં દિનેશ બાંભણિયાની અન્ન જળ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી.
આ શિબિરના અંતે દિનેશ બાંભણિયા સહિત સવર્ણ આગેવાનો ગાંધીનગર કલેકટર કચેરી જવા રવાના થયા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે જ ગાંધીનગર કલેકટર કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સરકાર ને શું ડર છે કે આ આગેવાનોના આગમન પૂર્વે જ કલેકટર કચેરીના ગેટ બંધ કરવી દેવા પડ્યા..? આ સામાજિક આગેવાન છે. કોઈ રોડ છાપ મવાલી તો છે નહિ… પછી તેમની સાથે આવું વર્તન કેમ..?
આ અંગે કલેકટર કચેરી ખાતેથી માત્ર પાંચ જ આગેવાનને અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
