મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય નિવેદન તીવ્ર બન્યા છે. જે રીતે ભાજપનાં નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે કે રાજ્યમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સરકારો લાંબા સમય સુધી ચાલશે નહીં, તે ત્રણ પૈડાવાળી ઓટોરિક્ષા છે અને ભાજપ તેની સામે ઓપરેશન કમળ શરૂ કરશે, તે પછી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મોટું નિવેદન આપ્યું છે. જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાય.
નડ્ડાએ કહ્યું કે, હું તમને ખાતરી આપવા માંગું છું કે ભવિષ્યમાં અમારે કોઈની સાથે ગઠબંધન રાખવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તમામ પક્ષો હશે. હું જોઈ શકું છું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરશે. જણાવી દઇએ કે, ઓપરેશન કમળ વિશે જે રીતે નિવેદન ચાલી રહ્યું હતું, તે પછી મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જો ભાજપની અંદર હિંમત છે, તો રાજ્ય સરકારને પાડીને બતાવે.
BJP Chief JP Nadda in Mumbai: Shiv Sena-NCP-Congress alliance is an unrealistic&unnatural alliance. It's up to them how they run the Govt but the number of incidents of disrespecting Shivaji Maharaj&Veer Savarkar will increase & the king here will remain merely a spectator. https://t.co/0SiUAIeG0U
— ANI (@ANI) February 16, 2020
વરિષ્ઠ નેતા એકનાથ ખડસે પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ખડસેને ભાજપ દ્વારા તક આપવામાં આવી નથી. દર વર્ષે, તેઓ જલગાંવની મુક્તાઇનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા, પરંતુ હવે મુક્તાઇનગર ખડસે મુક્ત થઈ ગયુ છે. ઉદ્ધવે ઓપરેશન કમળની મજાક ઉડાવી અને કહ્યું કે તમને તો લોકોએ લૂંટી દીધા છે. નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારની સરકાર છે. ભાજપ અને શિવસેના સાથે મળીને રાજ્યની ચૂંટણી લડ્યા બાદ અલગ થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
