પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાન હવે આતંકવાદી સંગઠનો માટે ‘સલામત આશ્રયસ્થાન’ નથી. તો સાથે સાથે તેમણે જાહેરમાં માન્યું હતું કે સંભવત પહેલા આવું નહોતું. પાકિસ્તાનનાં વઝીરે આજમ ઇમરાન ખાન દ્વારા આ વિધાન પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓને 40 વર્ષોથી યજમાની પૂરી પાડવાનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતાં સમયનું છે, તેમણે કહ્યું કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં શાંતિ ઇચ્છે છે અને યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિરતા તેના હિતમાં છે.
આતંકવાદીઓ માટે સલામત આશ્રયસ્થાન અંગે ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વભરમાં આતંકી ભંડોળ વિરુદ્ધ કાર્યવાહીની દેખરેખ રાખતી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ની એક મહત્વપૂર્ણ બેઠક પેરિસમાં શરૂ થઈ છે, જ્યાં પાકિસ્તાને આતંકી ધિરાણ વિરુદ્ધ પૂરતા પગલા લીધા છે તેવુ તે આવા નિવેદનોથી પ્રસ્થાપિત કરવા માંગે છે. આવા નિવેદનો અને હાફિઝ જેવા આતંકનાં આકાને 2-5 કે 10 વર્ષની જેલની કહેવાતી સજા ફટકારીને પાકિસ્તાન IMFનાં બ્લેક લિસ્ટમાં ન આવી જાય તે માટે ટળવળી રહ્યું છે. જો કે, પાકિસ્તાનનાં વઝીરે આઝમે ખુદ પોતાનાં નિવેદનથી સાબિત કરી દીધુ કે પહેલા પાકિસ્તાન આતંકીઓનું આશ્રયસ્થાન પણ હતું અને પાકિસ્તાન તેને સલામતી આપતું માટે સલામત આશ્રયસ્થન હતું.(જો કે, હાલ પણ પાકિસ્તાન આતંકીઓનું સ્વર્ગ જ છે અને આતંક વિરૂદ્ધનાં તમામ પગલા દેખાવ પુરતા જ છે, તે વિશ્વ જાણે છે)
યુ.એસ., ભારત અને અફઘાનિસ્તાન લાંબા સમયથી પાકિસ્તાન પર આતંકવાદી સંગઠનો જેવા કે તાલિબાન, હકનાઇ નેટવર્ક, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને સુરક્ષિત આશ્રય આપતો હોવાનો આરોપ લગાવે છે. ખાને પરિષદમાં કહ્યું, “હું તમને કહી શકું છું કે હવે પાકિસ્તાન સલામત આશ્રય નથી.”
સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારસ પણ ભાગ લઈ રહ્યા છે. ખાને કહ્યું, “ભૂતકાળમાં પરિસ્થિતિ જે પણ કઇં હોઈ, પરંતુ, આ ક્ષણે હું તમને આ કહી શકું છું. એક વસ્તુ છે જે આપણે જોઈએ છે અને તે છે અફઘાનિસ્તાનમાં શાંતિ.”
સ્થાનિક માધ્યમ અનુસાર, ઇમરાન માને છે કે 9/11 પછી દેશમાં અફઘાન શરણાર્થી શિબિરોમાં આવી સલામત જગ્યાઓ સક્રિય થઈ શકે તે શક્ય હતું. ખાને કહ્યું હતું કે, સરકાર કેવી રીતે જાણી શકશે કે, આ કેમ્પમાંથી આતંકવાદીઓ તેમની પ્રવૃત્તિ કેવી રીતે ચલાવે છે.
તેમણે કહ્યું કે આ શક્ય નથી કારણ કે, પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થી શિબિરોમાં 100,000 થી વધુ લોકો છે. પાકિસ્તાનના વડા પ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાનના બીજા ઉપરાષ્ટ્રપતિ સરવર ડેનિશે પાકિસ્તાન પર આક્ષેપ કર્યો હતો કે તાલિબાન દ્વારા અફઘાન શરણાર્થી શિબિરમાંથી નવા લડવૈયાઓની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
