Not Set/ રાહુલ ગાંધીની માંગ, લોકડાઉન વચ્ચે મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીય કામદારોને પરત લાવવાની વ્યવસ્થા કરે સરકાર

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ મધ્ય પૂર્વમાં ભારતીય કામદારોને પરત લાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પાસે તેની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોરોના સંકટ અને કામ બંધ થવાને કારણે હજારો ભારતીય કાર્યકરો પરેશાન છે અને સ્વદેશ પાછા ફરવા માટે બેચેન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે […]

India

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ મધ્ય પૂર્વમાં ભારતીય કામદારોને પરત લાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પાસે તેની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોરોના સંકટ અને કામ બંધ થવાને કારણે હજારો ભારતીય કાર્યકરો પરેશાન છે અને સ્વદેશ પાછા ફરવા માટે બેચેન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ભાઈ-બહેનોને ઘરે લાવવા ફ્લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ક્વોરેન્ટાઇન માટેની યોજના પણ તૈયાર કરવી જોઈએ. જમાવી દઇએ કે, ભારતીય નાગરિકો કોરોના વાયરસનાં ફેલાવાને કારણે ઘણા દેશોમાં ફસાયેલા છે. લોકડાઉનને કારણે, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ હજી પણ સંપૂર્ણ સ્થગિત છે, આ સમય દરમિયાન માત્ર રાહત કાર્યમાં રોકાયેલી એરલાઇન્સ જરૂરી સાધનો સાથે ઉડતી હોય છે. આ પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મોદી સરકારની આકરી ઝાટકણી કાઠતાં તેમણે કહ્યું કે, ભારતે ટેસ્ટ કીટ ખરીદવામાં ઘણો સમય લીધો છે અને હવે તેની પાસે આ કીટની ઘણી અછત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 10 લાખ વસ્તીમાં માત્ર 149 ભારતીયોનું જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જો આપણે આંકડા જોઈએ તો આપણે લાઓસ (157), નાઇગર (182), હોન્ડ્રાસ (162) જેવા દેશોની લાઇનમાં ઉભા છીએ.

રાહુલે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોની ટેસ્ટ જ આ વાયરસ સામે મોટો શસ્ત્ર છે. હાલમાં, આપણે આ યુદ્ધમાં ક્યાંય ઉભા નથી. કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા, સોમવારે પીએમ મોદીનાં સંબોધન પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેડૂત, દૈનિક કામદારો, વેપારીઓ, દરેકને એક સ્કેલ પર ન જોઇ શકાય. તેમણે કહ્યું કે દેશને ‘સ્માર્ટ‘ સમાધાનની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.