ભારતમાં ફેલાતા કોરોના વાયરસ સંકટ વચ્ચે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. રાહુલ ગાંધીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વૈશ્વિક રોગચાળા સામે લડત જીતવા માટે લોકડાઉન એ કોરોના વાયરસનો એક માત્ર ઉપાય નથી, સરકારે મોટા પાયે ટેસ્ટ કરવા પડશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોરોના વાયરસને કારણે દેશની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, કેન્દ્ર સરકારે તેની સામે લડવા માટે મોટા પગલાં ભરવા પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હાલમાં દેશમાં ઈમરજન્સી જેવી પરિસ્થિતિઓ છે.
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે એક ગંભીર સ્થિતિમાં છીએ, કોરોના સંકટની વચ્ચે તમામ રાજકીય પક્ષોને એક સાથે આવવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 2 મહિનામાં મેં ઘણા નિષ્ણાતો સાથે વાત કરી છે, કોરોના વાયરસ માટે લોકડાઉન ફક્ત પોડ બટન છે. આ રોગચાળાને સમાપ્ત કરશે નહીં, એકવાર લોકડાઉન દૂર થયા પછી, ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ફરી એકવાર વધશે. લોકડાઉન ફક્ત એક નિશ્ચિત સમય આપશે જેથી તમે તૈયાર કરી શકો.
Lockdown is in no way a solution to the #COVID19. Lockdown is like a pause button. When we come out of the lockdown, the virus is going to start its work again: Congress leader Rahul Gandhi pic.twitter.com/PLQlHtZCCL
— ANI (@ANI) April 16, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
