કોરોનાના વાયરસના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે સામન્ય જનતાથી માંડીને સેલિબ્રિટીને પણ પોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. આવામાં અવારનાવર સેલિબ્રિટી તેમના વિડીયો અને ફોટો શેર કરીને ચાહકો સાથે જોડાયેલા છે. ત્યારે હવે એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો છે.
જણાવીએ કે વિડીયોમાં વિડીયો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તલવાર દાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયોએ ધૂમ મચાવી છે. રવિન્દ્ર જાડેજાએ ટ્વીટર પર વિડીયો અપલોડ કર્યો છે. ગણતરીની મિનિટમાં 2 હજારથી વધુ વખત વીડિયો શેર કર્યો છે.
A “SWORD” MAY LOOSE IT’S SHINE,BUT WOULD NEVER DISOBEY IT’S MASTER #rajputboy pic.twitter.com/kKyKQ9vSWk
— Ravindrasinh jadeja (@imjadeja) April 12, 2020
