જે દેશના લોકો કોઈ મુદ્દે ચર્ચા વિચારણા કરે અને પછી તરત જ તે મુદ્દા પર જાહેર સુવિધામાં સુધારો કરવાનું કામ પોતાના હાથ પર લે તે વિકસિત દેશના નાગરિકોની નિશાની છે. જયારે આપણે ત્યાં ભારતમાં આપણે તે રીતે સરકારની અને તંત્રની જાહેર ટીકાઓ કરીયે છીએ કે, જાણે જાહેર સુવિધામાં સુધારા કરવા તે આપણું નહિ ફક્ત સરકારનું જ કામ છે. અને તેથી જ આપણને કોઈપણ મુદ્દે જે સફળતા મેળવી જોઈએ તે મળતી નથી. અને અહીં હાલ વાત જયારે કોરોનાની ચાલી રહી છે, ત્યારે આ બાબત પણ સુપેરે આપણને લાગુ પડે છે.
કોરોનના કહેર વચ્ચે આટલી વિષમ પરિસ્થિતિમાં પણ ભારતમાં કોમવાદ વકરે છે. મુંબઈના પાલઘર વિસ્તારમાં બે હિન્દૂ સાધુઓને નિર્મમપણે ટોળા દ્વારા મારી નખાય છે. અને પોલીસ પણ ઉંભા ઉભા આ તમાશો જુવે છે. મરકજમાં ગયેલા જમાતિઓ દ્વારા વધુ નહિ તો 30 થી 40 % જેટલા કેસોની સંખ્યા વધી છે તે એક જમીની વાસ્તવિકતા છે. તેમછતાં જયારે આ અંગે કોઈ ટીકા ટિપ્પણી થાય છે, ત્યારે તેના પર કોમવાદનો રંગ ચડાવી તેને ધર્મના ચશ્મા દ્વારા જોવામાં આવે છે. ત્યારે આ અંગે પોફેટ મોહમ્મદે કહ્યું છે તેમ ઈશ્વર ત્યાં સુધી લોકોના વિચારમાં ફેરફાર લાવતો નથી કે, જ્યાં સુધી લોકો પોતે તે વિચારમાં ફેરફાર લાવવા માંગતો ના હોય.
જી, હા આપણે જોયુ જ છે કે, કોરોના તાંડવ કરી રહ્યો છે ત્યારે કેટલાય લોકો એ કપરી સ્થિતિમાં પણ પોલીસો, નર્સો, ડોકટરો પર હુમલાઓ કર્યા છે. અને આવા બનાવો તે હદે વધ્યા કે, સરકારે આખરે આના માટે સ્પેશલ કાયદો બનાવવો પડ્યો। ત્યારે આ સાથે તે પણ સમાચારો સાંભળવા મળ્યા કે, સરદારનગર જેવા વિસ્તારોમાં 300 જેટલા લોકોએ રાશન ખૂટી પડતા દેખાવો યોજ્યા કે, અમે કોરોના નહિ ભૂખથી મરિશુ।. ત્યારે સાવલિયા નિશાન તે છે કે, અગર તંત્ર દ્વારા દરેક ગરીબ પરિવારને ફૂડ પેકેટ કે અનાજનું વિતરણ સરકારી યોજના અન્વયે થઇ રહ્યું હતું તો આ સ્થિતિ ક્યાંથી ઉદભવી।..
અને બીજું કે, શરૂઆતમાં તો લોકો પણ આ ગરીબોના બેલી થઇ ગયા હતા અને જાતે જ દાન કરવા આગળ આવતા હતા. કેટલાય વિસ્તારોમાં ભોજન બનાવી વહેંચવામાં આવતું હતું।. પરંતુ સ્થિતિ લંબાતા કદાચ આ સ્થિતિમાં પણ બદલાવ આવ્યો છે.. ત્યારે અસલમાં ભાઈ હજુ ખરો ખેલ તો બાકી છે કે, જયારે દિવસો લંબાશે કે પછી કારમો કોરોના વિદાય લેશે।. ત્યારે બઝારો તો ખુલશે પણ ખરીદદાર ક્યાંથી આવશે? પૈસા હશે તો ખરીદી થશે ને ?
ખેર , આ બધી બાબતો માણસો, જાગૃકતા અને માણસાઈ ના દીવડાઓ પ્રગટાવવા અંગેની છે. કોરોના આજ નહિ તો કાલે જશે તે પાક્કું છે. પરંતુ આ સ્થિતિમાં પણ અગર કોમવાદ કે ધિક્કારની લાગણીઓ પ્રગટાવવામાં આવશે તો માણસાઈના બુજાતા દીવાઓ વચ્ચે કોરોના બેફામ બનશે। કેમ કે, કોરોના લોકોને કંટ્રોલ કરવા આવ્યો હોય તે અદા થી તેણે ચોતરફ તેનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. ત્યારે આ સ્થિતિમાં લોકોએ એક થઈને જ લડત આપવી પડે તેમ છે.
બાકી ડોકટરો અને નર્સો ને કે પોલીસ સાથે અમાનવીય વર્તન કે ગેરવર્તણૂક કરીને તમે પ્રથમ તો તમારી ગદ્દારી બતાવી રહ્યા છો. આ સ્થિતિમાં આ લોકો સાચા હીરો છે અને તેમને સપોર્ટ કરી તેમનું માન સમ્માન જાળવવું જોઈએ।
બાકી મિત્રો યાદ રાખજો કે, વિકાસશીલ ભારતમાં કઈ કોરોના જ સમસ્યા નથી. હા વધતા કોરોના કેસો તે ચોક્કસપણે સમસ્યા છે. પરંતુ તેનેં પ્રજા અને રાજા ભેગા મળીને નશ્યત અવશ્ય કરી શકે તેમ છે. મતલબ કે ઇમ્પોસિબલ તો નથી જ. ખામી ક્યાંક લોકોની અને ક્યાંક તંત્રની છે જેથી તે દુગની તેજીથી પ્રસરી રહ્યો છે. પરંતુ મૂળ વાત આપણી સાથે હંમેશા જોડાયેલ સમસ્યાઓની છે. કે જેના પરથી ધ્યાન હટાવવાથી તે ઘટી નથી જવાની બલ્કે વધવાની જ છે. અને તેમાં પણ જો આર્થિક મંદી વધી તો બેકારી પણ વધશે અને બેકારીને પગલે ભયાનક ભૂખમરો પણ વધશે… જેનાથી નિપટવું સરકાર માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે.
અન્યથા વિકાસશીલ ભારતે વિકાસના ઘણા કાર્યો કરવાના બાકી છે. હાલના તબક્કે દેશની વસ્તી એક અબજની પણ ઉપર છે. જેમાંથી માત્ર 28 % જેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે. શરેરાશ વ્યક્તિ મહિને માત્ર રૂ. 1498 જેટલા જ આશરે કમાય છે. (આપણો માથાદીઠ જીડીપી વિશ્વના સૌથી નીચા માથાદીઠ જીડીપીમાં સ્થાન ધરાવે છે. ) માત્ર 54 % લોકો સાક્ષર છે. અપેક્ષિત આયુષ્ય આમપણ લગભગ 61 વર્ષ છે. વિશ્વના 175 દેશોના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 127મોં છે.
વધુમાં અત્યારે પણ દેશમાં લગભગ 31.8 કરોડ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. 25 કરોડ જેટલા લોકો મૂળભૂત દાક્તરી સેવાઓથી વંચિત છે. 63 કરોડ જેટલા લોકો સ્વચ્છતાના અભાવમાં જીવે છે. 51 % જેટલા બાળકો કુપોષણનો શિકાર છે. અને આપણી અડધોઅડધ પ્રાથમિક શાળાઓમાં દર બે વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે.
ત્યારે અહીં કહેવાનો આશય છે કે, ભારતમાં સડકોથી સમાચાર અને સમાચારથી લોકોના દિમાગ સુધી કોરોના છવાયેલો છે. અને હા સ્થિતિ ગમ્ભીર પણ છે. પરંતુ તેના પર નિયત્રંણ પણ લાવી શકાય છે. કોરોના જાતે ચાલીં ને નથી પ્રસરી શકતો। સખ્તાઈ ઓછી પડી રહી છે. ખેર અસલ મુદ્દો છે કે, સમસ્યાઓ તો બીજી પણ છે. કે જેને નજરઅંદાજ કરવાથી વર્તમાનની સાથે સાથે ભવિષ્ય પણ બગડી શકે છે. ત્યારે આ ફૂલ ટાઈમ કોરોના ની સાથે સાથે ભૂખ્યા જઠરાગ્નિનો ચિત્કાર વધુ તીવ્ર બને તે પહેલા અન્ય સમસ્યાઓ પર પણ ધ્યાન આપવામાં આવે. નહીંતર બેકારી અને ભૂખ આવનાર સમયની લાંબા સમયની સમસ્યા હશે…
@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…………
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
