World News/ ક્વાડ બેઠકમાં મોદી-ટ્રમ્પ એક મંચ પર, AI પર અમેરિકી પ્રમુખે આપી ચેતવણી

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલી ક્વાડ બેઠક (Quad Meeting) દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એક જ મંચ પર જોવા મળ્યા હતા

World
ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલી ક્વાડ બેઠક (Quad Meeting) દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એક જ મંચ પર જોવા મળ્યા હતા

World News : ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલી ક્વાડ બેઠક (Quad Meeting) દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એક જ મંચ પર જોવા મળ્યા હતા. બે વર્ષના અંતરાલ બાદ યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ભવિષ્ય અને તેની સાથે જોડાયેલા જોખમો અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન (Donald Trump Statement) આપ્યું હતું.

Quad Meeting: ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા મહાન નેતા

ક્વાડ બેઠક (Quad Summit) દરમિયાન યોજાયેલા ફોટો સેશનમાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરીને તેમની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે મોદીને અત્યંત મજબૂત વ્યક્તિ ગણાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે પીએમ મોદી એક મહાન નેતા છે અને દુનિયાભરમાં તેમનું સન્માન કરવામાં આવે છે.

બંને નેતાઓ એક જ મંચ પર જોવા મળતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને બે વર્ષ બાદ યોજાયેલી આ બેઠકને રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સુપર ઇન્ટેલિજન્સ AI અંગે ટ્રમ્પે શું કહ્યું?

બેઠક દરમિયાન ટ્રમ્પે સુપર ઇન્ટેલિજન્સ AI (Super Intelligence AI) અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ખૂબ મહત્ત્વ આપે છે, પરંતુ તેની સાથે જોડાયેલા સંભવિત જોખમો અંગે સાવચેત રહેવા પણ ઇચ્છે છે.

AI ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે ત્યારે તેના ઉપયોગ, સુરક્ષા અને ભવિષ્યમાં માનવજીવન પર પડનારી અસરો અંગે વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. ટ્રમ્પનું નિવેદન પણ આ જ દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચીન સાથેના મતભેદો પર ટ્રમ્પની પ્રતિક્રિયા

ચીન સાથેના સંબંધો અને બંને દેશો વચ્ચેના મતભેદો અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે આ મતભેદોને સારી રીતે સંભાળવામાં આવ્યા છે. ચીન તરફથી પણ આ મુદ્દાઓને યોગ્ય રીતે સંભાળવામાં આવ્યા છે. બંને દેશોના અલગ-અલગ મંતવ્યો હોવા છતાં પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી છે.

ઈરાન અને ઉત્તર કોરિયા અંગે પણ ટ્રમ્પે કરી વાત

ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ટ્રમ્પે કડક વલણ દર્શાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા ઈરાનના મુદ્દાને ગંભીરતાથી લે છે અને ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા જોઈએ નહીં.બીજી તરફ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે સંભવિત મુલાકાત અંગે પણ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કિમ જોંગ ઉન તેમની સાથે મુલાકાત કરવા ઇચ્છશે કે નહીં તે જોવાનું રહેશે.

ચીનમાં ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની બેઠક પર નજર

ક્વાડ બેઠક (Quad Summit 2026) બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનમાં યોજાનારી સંભવિત મહત્ત્વપૂર્ણ બેઠક ચર્ચામાં છે. 19 નવેમ્બરે ચીનના શેનઝેન શહેરમાં APEC સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાવાની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જો આ બેઠક યોજાય છે તો વૈશ્વિક રાજનીતિ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ તેના પર દુનિયાભરના દેશોની નજર રહેશે.


આ પણ વાંચો:મનીલાના 100 વર્ષ જૂના ગુરુદ્વારામાં PM મોદીએ કરી કાર સેવા, પુનર્વિકાસ કાર્યનો કર્યો શુભારંભ

આ પણ વાંચો: મનીલામાં મોદી-ટ્રમ્પની મુલાકાત, ચાર દેશોના નેતાઓ એક મંચ પર

આ પણ વાંચો: ASEAN સમિટમાં PM મોદીનો સંદેશ, સ્પર્ધા નહીં સહયોગ જરૂરી