Vapi News: વાપીના મેઈન બજાર વિસ્તારમાં અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુ વડે જીવલેણ હુમલો(Jewellers Owner Attacked) થવાની ઘટના સામે આવતાં વેપારી આલમ અને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જ્વેલર્સના માલિકને તાત્કાલિક સારવાર અર્થે શ્રદ્ધા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલ ICUમાં સારવાર ચાલી રહી છે.
Jewellers Owner Attacked : ત્રણથી ચાર હુમલાખોરો હોવાની ચર્ચા
પ્રાપ્ત માહિતી મુજબ, મેઈન બજાર સ્થિત અભિષેક જ્વેલર્સના માલિક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણથી ચાર હુમલાખોરો સામેલ હોવાની ચર્ચા છે. જોકે, હુમલાખોરોની સંખ્યા અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
હુમલા બાદ ઘાયલ જ્વેલર્સ માલિકને તાત્કાલિક શ્રદ્ધા હોસ્પિટલ(Shraddha Hospital)માં ખસેડાયા હતા. હાલ તેઓ ICUમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત અંગે તબીબો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. DySP સહિતના પોલીસ(Vapi Town Police) સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હુમલાખોરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી બજાર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: વડોદરા વડસરમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો, તીક્ષ્ણ હથિયારથી હુમલો; CCTV તપાસ શરૂ
આ પણ વાંચો: પટિયાલામાં દંપતી પર કૂતરાનો જીવલેણ હુમલો; પત્ની અને પતિ ગંભીર રીતે ઘાયલ
આ પણ વાંચો: સુરતના કાપોદ્રામાં પરિવાર પર જીવલેણ હુમલો, મહિલાઓનો પોલીસ સ્ટેશન સુધી ન્યાય માટે કૂચ
