છેલ્લા ત્રણ અઠવાડિયાથી સમાચારમાં બની રહેલા નોર્થ કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન આખરે સામે આવ્યા છે. ત્રણ અઠવાડિયા બાદ કિમ પોતાની જનતાની સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કિમ જોંગ ને લઇને ઘણી બધી અટકળો લગાવવામાં આવી રહી હતી જેના પર તેમના સામે આવ્યા બાદ વિરામ લાગી ગયો છે.

નોર્થ કોરિયાનાં સરકારી મીડિયા શનિવારે પોતાના નેતા કિમ જોંગનાં ફોટા જાહેર કર્યા હતા. કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે કિમ ગંભીર રીતે અસ્વસ્થ છે અને એક સર્જરી પછી તેમની તબિયત વધારે ખરાબ થઇ છે. કિમ જોંગની જે ફોટો સામે આવી છે તેને રોડોંગ સિનમૂન ન્યૂઝપેપરે રજૂ કરી છે. તેમા તાનાશાહ કિમ એક ફર્ટિલાઇજર ફેક્ટ્રીમાં ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. આ ફોટોમાં કેટલાક અધિકારીઓ અને તેમની બહેન પણ જોવા મળી રહી છે. 11 એપ્રિલ બાદ કિમ હવે દેખાયા છે.

પહેલા એવા સમાચાર મળતા હતા કે કિમ ગંભીર રીતે બીમાર છે અથવા કોમામાં છે અથવા તેમની મૃત્યુ થઇ ગઇ છે. ગુરુવારનાં યુનાઇટેડ નેશન્સ (યુ.એન.) નાં વડા એટોનિયો ગુટારેશે પણ કહ્યું કે, તેમની પાસે કિમનાં સ્વાસ્થ્યને લઇને કોઈ માહિતી નથી. જો કે નોર્થ કોરિયા તરફથી તેમના શાસકનાં ખરાબ સ્વાસ્થ્યનાં તમામ સમાચારને ખારિજ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
