ગુજરાત રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે ત્યારે કોરોના વોરીયર્સ માટે અગત્યના એવા માસ્ક અને PPE કીટ હવે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર રહેલા કેદીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.
જેમાં ખાસ કરીને આ પીપીઇ કીટ જેલની હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફ માટે તૈયાર કરવામાં આવી રહી છે. 50,000 માસ્ક બનાવવાનો ઓર્ડર મળેલ છે. જેમાં 7 હજાર બનાવીને પૂરા પડાયા છે. જેલમા પુરૂષ અને મહિલા વિભાગ બંને દ્વારા માસ્ક અને કીટ બનાવવાનું કામકાજ હાલપુર જોશમાં ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
