Not Set/ Aarogya Setu App પર ઉઠેલા સવાલ પર સરકારે આપ્યો જવાબ, એપ્લિકેશનમાં નથી કોઇ ખામી

છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન ‘આરોગ્ય સેતુ’ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આ એપ પર ગોપનીયતાનાં ભંગ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકારે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ‘આરોગ્ય સેતુ‘ ની ટીમે બુધવારે સવારે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં એપ્લિકેશનમાં ડેટા સિક્યુરિટીનાં નુકસાન અને ગોપનીયતાનું ઉલ્લંઘનને ખોટું ગણાવ્યું […]

India

છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન ‘આરોગ્ય સેતુ’ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આ એપ પર ગોપનીયતાનાં ભંગ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકારે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ‘આરોગ્ય સેતુ‘ ની ટીમે બુધવારે સવારે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં એપ્લિકેશનમાં ડેટા સિક્યુરિટીનાં નુકસાન અને ગોપનીયતાનું ઉલ્લંઘનને ખોટું ગણાવ્યું છે. ટીમે કહ્યું છે કે, આ એપ દ્વારા યૂઝર્સની ગોપનીયતાનું કોઈ ઉલ્લંઘન થતુ નથી.

આરોગ્ય સેતુની ટીમે જણાવ્યું હતું કે, હેકરે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં કોઈ ખામી જોવા મળી નથી. અમે સતત અમારી સિસ્ટમોનું પરીક્ષણ અને અપગ્રેડ કરી રહ્યા છીએ. અગાઉ હેકરે આરોગ્ય સેતુને ટેગ કરીને ટ્વિટર પર દાવો કર્યો હતો કે આ એપ્લિકેશન દ્વારા 9 કરોડ ભારતીય યૂઝર્સની ગુપ્તતાને ખતરો છે. જણાવી દઇએ કે, ફ્રેન્ચ હેકર રોબર્ટ બેપટિસ્ટએ આરોગ્ય સેતુ એપ્લિકેશન વિશે મોટો દાવો કર્યો હતો. તેમના મતે, આ એપ્લિકેશનમાં ઘણી ભૂલો છે. હેકરે ટ્વિટ કર્યું હતું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે. 9 કરોડ ભારતીય યૂઝર્સની ગુપ્તતા જોખમમાં છે. તમે ખાનગીમાં સંપર્ક કરી શકો છો? “

વળી કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આરોગ્ય સેતુ એપ્લિકેશન એક જટિલ સર્વેલન્સ સિસ્ટમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.