વાયકા પ્રમાણે માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે, દેશમાં અને ખાસ કરીને ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો કહેર વધવા પાછળ, બેજવાબદારી રીતે લોકડાઉનના લીરા ઉડાળી દેશનાં વિવિધ ભાગમાંથી તબલીગી જમાતનાં દિલ્હી સ્થિતિ મોડાવળો ભાગ લેવા પહોંચી ગયેલા જમાતીઓ કારણભૂત છે. અને હાલ આવા જ તબલીગી જમાતીઓનાં કારણે રાજ્યનો કોરોના રહીત જીલ્લો અમરેલી અને તેનુ તંત્ર ચિંતામાં આવી દોડતું થઇ ગયુ હોવની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.
જી હા, અમરેલી જીલ્લામાં પણ કોરોનાનાં વાહક સમાન જોવામાં આવતા તબલીગી જમાતનાં 9 લોકોનું આંધ્રપ્રદેશથી આગમન થયુ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જો કે, ઉલ્લેખનીય છે કે આ તમામ તબલીગી જમાતીઓ આંઘ્ર પ્રદેશથી મંજૂરી લઇને અમરેલી આવ્યા છે. પરંતુ કોરોનાનાં સંદર્ભમાં વાત થતી હોય ત્યારે ભય ઉપારજીત કરવા માટે નામ જ કાફી હે તેવી રીતે તબલીગી જમાતી સંભળાતા જ લોકો થરથરી ઉઠે છે તે પણ હકીકત છે. જો કે, આ મામલે કોરોનાને અત્યાર સુધી એન્ટ્રી મારવા નથી દીધી તે અમરેલી જીલ્લા તંત્ર દ્વારા તુરંતમાં પગલા લઇ આ તમામ તબલીગી જમાતીઓને હાલ 14 દિવસ માટે કોરન્ટાઇન કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મામલે નજર હટી કે દુર્ધટના ધટી એ કહાવત બરોબર ફીટ બેસતી હોય, અમરેલી જીલ્લા તંત્ર આ મામલે જરાપણ ગાફેલ રહેવામાં નથી માનતુ તેવુ સામે આવી રહ્યું છે. જૂનાગઢ જીલ્લામાં પણ કોરોના પોઝિટીવ કેસ નોંઘવામાં આવતાની સાથે જ અમરેલી વહિવટી તંત્ર દ્વારા જીલ્લા સંલગ્ન સરહદો પર ચેકિંગ સઘન કરી દીધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
