વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ગુજરાતને પોતાની ભીસમાં જકડી રહ્યું છે. કોરોના વાઈરસનો સકંજો સતત કરી રહ્યું છે. અને જનતા તેમાં હોમી રહી છે. ત્યારે જામનગરથી અમદાવાદ આવેલા તબીબ પણ કોરોના વાઇરસના સકંજામાં જકડાઈ ચુક્યા છે.
પ્રપાત વિગતો અનુસાર અમદાવાદમાં વધી રહેલા કોરોના કહેર અને પોઝિટિવ દર્દીઓની સંખ્યાને જોતા જામનગરથી તબીબી ટીમ બોલાવવામાં આવી હતી. જેમાં 18 ડોકટરો જામનગર થી અમદાવાદ સારવારમાં આવ્યા હતા. ત્યાં બે ડોક્ટરોના કોરોના રિપોર્ટ થતા બે ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવેલ છે. કુલ 18 ડોકટરો અમદાવાદ સેવા આપવા ગયેલા હતા જેમાંથી બે ડોકટરો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો હજુ ત્રણ ડોકટરો શંકાસ્પદ છે તેમને ક્વોરેન્ટાઇન કરવા માં આવ્યા છે અને પોઝિટિવ ડોક્ટરોની સારવાર કરવા માં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
