ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક સતત ભયજનકરીતે વધી રહ્યો છે. ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 7,797 એ પહોંચ્યો છે. ત્યારે ધોળકા સ્થિતિ કેડીલા ફાર્માથી વધુ એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે.
ધોળકાના ત્રાસદ રોડ પર આવેલ કેડિલા ફાર્માસ્યુટીકલના વધુ 3 કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માહિતી મુજબ કર્મચારીઓના કોરોના કેસ નોંધાતા હવે એકમને સીલ કરવામાં આવ્યું છે. આ 3 કર્મચારીઓમાં ધોળકા તાલુકાના આંબલિયારા ગામનો એક દર્દી અને મઘીયા વિસ્તારના 2 બે દર્દી સામેલ છે. આ રીતે હવે ધોળકા પંથકમાં કોરોનાના કુલ 61 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કેડીલાફાર્માસ્યુટિકલ ના 21 કર્મચારી કોરોના પોઝિટીવ આવ્યા હતા. અને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદથી અપડાઉન કરતા મોટાભાગના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ધોળકા પંથકમાં માત્ર 17 દિવસમાં જ કુલ 41 જેટલા કોરોના વાયરસના પોઝીટીવ દર્દી આરોગ્ય વિભાગમાં નોંધાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
