અમદાવાદનાં વસ્ત્રાલમાં શ્રમિકો દ્વારા બબાલ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જી હા અમદાવાદનાં વસ્ત્રાલ રિંગ રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. લોકડાઉનમાં ફસાયેલા લોકો માદરે વતન જવા માટે તત્પર છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા લોકોની લાગણી અને જરૂરીયાતને જાઇને બસની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા તલપાપડ લોકો-શ્રમિકો દ્વારા બસમાં બેસવા માટે લાબી લાઇનો લગાવવામાં આવી હતી. આ લાઇનોમાં મહિલાઓથી માંડી બાળકો પણ ઉભા રહ્યાં જોવામાં આવ્યા હતા. રજીસ્ટ્રેશન કરાવેલા અને વગર રજિસ્ટ્રેશનવાળા લોકોની ભીડ ઉમટી પડતા કોરોનાનાં કપરા કાળમાં વસ્ત્રાલ રિંગ પર સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા જોવામાં આવ્યા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
