કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોનાં હાથમાં એક મોટી સફળતા આવી છે. સુરક્ષા દળોએ કાશ્મીરનાં બડગામમાં આતંકી અડ્ડાનો ભાંડો ફોડતા લશ્કર-એ-તૈયબાનાં આતંકી ઝહૂર વાનીની ધરપકડ કરી છે. ઝહૂર પાસેથી સુરક્ષા દળોએ હથિયારો અને દારૂગોળાઓ પણ મળી આવ્યા છે. આ સિવાય પૂછપરછ બાદ સુરક્ષા દળોએ વધુ ચાર આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે. આ દરેક લોકો લશ્કર આતંકવાદીઓને આશ્રય આપતા હતા અને તેમને લોજિસ્ટિક મટિરિયલ પૂરા પાડતા હતા. પોલીસનાં જણાવ્યા મુજબ, જૂથ છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં સક્રિય હતું.

ઝહૂરે તેના ઘરથી દૂર જંગલ વિસ્તારમાં પોતાનુ ઠેકાણું બનાવી રાખ્યું હતું. સુરક્ષા દળો આ ઠેકાણાને જોઇ ચોંકી ગયા હતા, જ્યા મોટી સંખ્યામાં દારૂગોળા અને હથિયારો રાખવામાં આવ્યા હતા. ઝહૂર લશ્કર આતંકવાદીઓને રાશન અને ખાદ્ય ચીજો પૂરી પાડ્યા સિવાય તેમને પરિવહનની સુવિધા પણ પૂરી પાડી હતી. પોલીસે આ તમામની ધરપકડ કરી જેલ મોકલી દીધા છે અને કેસ નોંધવામાં આવ્યો છે.
One hideout busted in Arizal Khansaib, Budgam & a top over ground worker of Lashkar-e-Taiba, namely Zahoor Wani arrested. Arms and ammunition recovered from his possession. More arrests and recoveries are expected. Case registered: Jammu & Kashmir Police pic.twitter.com/PyiKUV6687
— ANI (@ANI) May 16, 2020
આ પહેલા પોલીસે મંગળવારે જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકો ખ્રૂ અને ત્રાલનાં જંગલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદનાં સક્રિય આતંકવાદીઓને આશ્રય, ઉપકરણો અને અન્ય સહાય આપતા હતા. આ લોકોની ઓળખ શબીર અહમદ, શીરાજ અહેમદ ડાર, શફાત અહેમદ મીર અને ઇશફાક અહેમદ શાહ તરીકે થઈ છે. તે બધા જ અવંતિપુરા, પુલવામાનાં ખ્રૂ ક્ષેત્રનાં બાઠેનના રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
