Not Set/ #MP/ પ્રવાસી મજૂર ફરી એકવાર રોડ અકસ્માતનો ભોગ બન્યા, 5 લોકોનાં થયા મોત

દેશમાં ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ઉત્તર ભારત કે અન્ય રાજ્યોમાં રહેતા મજૂરો દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી વતન પરત ફરવા મજબૂર બન્યા છે. ત્યારે આ વચ્ચે ઘણા એવા સમાચારો સામે આવી રહ્યા છે જે દેખ્યા બાદ તમે ચોક્કસ દુઃખી થઇ જશો. આ વચ્ચે આજે એક જ દિવસમાં આ પ્રવાસી મજૂરોને લઇને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. […]

India

દેશમાં ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ઉત્તર ભારત કે અન્ય રાજ્યોમાં રહેતા મજૂરો દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી વતન પરત ફરવા મજબૂર બન્યા છે. ત્યારે આ વચ્ચે ઘણા એવા સમાચારો સામે આવી રહ્યા છે જે દેખ્યા બાદ તમે ચોક્કસ દુઃખી થઇ જશો. આ વચ્ચે આજે એક જ દિવસમાં આ પ્રવાસી મજૂરોને લઇને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી મુજબ પ્રવાસી મજૂર ફરી એકવાર રોડ અકસ્માતનો ભોગ બન્યા છે.

આ વખતે અકસ્માત મધ્યપ્રદેશનાં સાગરમાં થયો હતો. મધ્યપ્રદેશનાં સાગરમાં દલબતપુર ખાતે મજૂરોને લઇને ભરેલી એક ટ્રક અકસ્માતનો શિકાર થઈ છે. આ અકસ્માતમાં 5 મજૂરોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20 મજૂરો ઘાયલ થયા છે. વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.