જમીનનો ભાગ નહીં આપતા ગુસ્સે થયેલી પુત્રવધૂએ તેની સાસુને ગળામાં છરી મારી દીધી હતી અને છાતીને કાતરથી કાપીને હત્યા કરી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ ઘણા દિવસો પહેલા વૃદ્ધ સાસુની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતુ.
સાસુને ઉંઘની ગોળી પીવડાવવા માટે, તેણે પોતાના નામ પર ડૉક્ટર પાસેથી દવા અને બજારમાંથી છરી લીધી હતી. ઉચના પોલીસે મહિલાને રવિવારે કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે.

ઉચાનામાં રોશની નામની વૃદ્ધ મહિલાની હત્યા કરાઈ હતી. આ કેસમાં ઉચાના પોલીસ મથકે અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં વૃદ્ધ મહિલાની હત્યામાં તેની પુત્રવધૂ સુશીલાનું નામ બહાર આવ્યું છે. સાસુએ તેના પુત્રને જમીનનો હિસ્સો નહીં આપવાના કારણી વહું એ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
સુશીલા અને તેનો પતિ મનજીત એક ખાનગી શાળામાં શિક્ષક છે. રોશનીએ બંનેને નોકરીવાળા ગણાવી જમીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ જમીન તેણે બીજા પુત્ર મુકેશને આપી હતી. જમીન પર સાસુ-વહુ વચ્ચે વિવાદ થયો હતો.
પુત્રી અને પૌત્રી સાથે 65 વર્ષનો શખ્સ કરી રહ્યો હતો બળાત્કાર, આ વાતનો ખુલાસો થતા થયું….
હત્યાના દિવસે સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હતો. આને કારણે પુત્રવધૂએ પહેલા સાસુને સૂવાની ગોળીઓ ખવડાવી દીધી હતી. બાદમાં તેણે તેના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેણે સાસુની છાતી પર કાતરથી હુમલો કર્યો.
રોશનીને બે પુત્રો છે. તેમાંથી મનજીત અને તેની પત્ની સુશીલા ખાનગી શાળામાં શિક્ષકો છે, જ્યારે બીજો પુત્ર મુકેશ ખેડૂત છે. આને કારણે રોશનીએ મુકેશને આઠ એકર જમીન આપી હતી.
ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેસિનો પર દરોડા, મહિલાઓ સહિત 14 લોકોની ધરપકડ
ગ્લુકોઝમાં આપી ગોળી
તેણે 18 માર્ચે ગ્લુકોઝમાં બે ગોળીઓ પીવડાવી, થોડા સમય પછી તેના સાસુને માથાનો દુખાવો હોવાનું કહીને દવા માંગી તો તેણે ઉંઘની ગોળીઓ ખવડાવી. બાદમાં સાસુ સૂઈ ગઈ.બાદમાં કાતરથી છાતી પર હુમલો કર્યો અને ચાકુથી ગળું કાપી નાખ્યું.
