Not Set/ કોરોનાનાં કહેરથી સુરત બની રહ્યુ છે બદસુરત, જીલ્લામાં વધુ 15 કેસ, કુલ આંક 1100 પાર…

કોરોનાનાં કહેરને કારણે ગુજરાતનું ડાયમંડ સીટી તેની ચમક ખોઇ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. જે હીરા અને હીરાઘસુઓથી સુરત ચમકતુ રહ્યું છે, તે હીરાઘસુ સુરતમાંથી ઉચાળા ભરવા મજબૂર બન્યા છે અને તેનું કારણ પણ છે આ કોરોના જ. જી હા કોરોનાનાં કારણે સુરતની સુરત હવે બદસુરત થતી જતી હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. જી […]

Gujarat Surat

કોરોનાનાં કહેરને કારણે ગુજરાતનું ડાયમંડ સીટી તેની ચમક ખોઇ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. જે હીરા અને હીરાઘસુઓથી સુરત ચમકતુ રહ્યું છે, તે હીરાઘસુ સુરતમાંથી ઉચાળા ભરવા મજબૂર બન્યા છે અને તેનું કારણ પણ છે આ કોરોના જ. જી હા કોરોનાનાં કારણે સુરતની સુરત હવે બદસુરત થતી જતી હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. જી હા સુરતમાં આજે ફરી નવા વધુ 15 કેસ કોરોના પોઝિટિવનાં સામે આવ્યા છે. સુરત જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંક 1100 ને પાર થઇ ચુક્યો છે. આજે સુરતમાં વધુ 2 પોઝીટીવ દર્દીઓના મોત નિપજ્યા હોવાનું નોંધવામાં આવે છે. 

સુરત જીલ્લામાંથી સવાર સુધીમાં 14 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, તો સુરત ગ્રામ્યમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી છે. સુરતનાં નવી પારડીમાં કોરોનાનો કેસ નોંધાતા તંત્ર વધુ સજાગ બન્યું છે. નવી પારડી એક બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. બે બાળકી ગત 13 તારીખના રોજ મુંબઇથી આવી હતી તેવી જાણકારી સાથે તંત્રએ પણ આગળની કાર્યવાહીમાં સતર્કતા કેળવી છે. જો કે, મુંબઇથી આવેલી આ બાળકીઓને 13 તારીખથી હોમ કોરોન્ટાઈન કરવામાં આવી હતી. આજે તેમાથી એક બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….