કચ્છમાં પેટ્રોલ પંપના ગેસના ટાંકા લીક થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભુજના પાટવાડી નાકા પાસે આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી.
ગેસના ટાંકા લીક થતા આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. આ મામલે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મહત્વનું છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તે પહેલા સાવચેતીના પગલાં ભરાયા હતા. જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
