ગુજરાત રાજ્યમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે સરકાર દ્વારા અમદાવાદમાં સરકારે જાહેરનામું બહાર પાડીને શહેરની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ સરકારને સોંપવાની જાહેરાત કરી હતી. તેમ છતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલો સરકારના આદેશનું પાલન કરવાની ના પાડી રહી છે. જે મુદ્દે મનપા દ્વારા 16 હોસ્પિટલોને નોટીસ ફાળવવામાં આવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા 50 ટકા બેડ ન સોંપાતા નોટિસ ફટકારવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા નક્કર પગલા નહી ભરાય તો ફરિયાદ થશે.
ખાનગી હોસ્પિટલોના લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે આ માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે. મહત્વનું છે કે એક દિવસ અગાઉ ગુજરાત હાઈકાર્ટે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સ બેફામ ફી નહીં વસૂલી શકે તેવો નિર્ણય આપ્યો હતો.
કઈ કઈ હોસ્પિટલને આપી નોટીસ ?
સ્ટર્લિંગ હોસ્પિટલ, લાઇફ કેર, સરદાર હોસ્પિટલ, બોડીલાઇન હોસ્પિટલ, બોપલ ICU એન્ડ ટ્રોમા સેન્ટર, શ્રેય હોસ્પિટલ, સરવસ્તી હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, SGVP હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સિંધુ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, મેડિલિંક હોસ્પિટલ
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલો માટે વ્યાજબી ફી નિર્ધારિત કરે. હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલને ચેતવતા કહ્યું કે ખાનગી હોસ્પિટલ નફો કમાવવાની વૃત્તિ રાખશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન.
