Vadodara News/ વડોદરામાં પાણી સંકટ, મહિલા કોર્પોરેટરે જાતે ચલાવ્યું ટ્રેક્ટર

વડોદરા (Vadodara) શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની સમસ્યા (Water Crisis)દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે

Gujarat Vadodara
વડોદરા (Vadodara) શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની સમસ્યા (Water Crisis)દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે.

Vadodara News : વડોદરા (Vadodara) શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની સમસ્યા (Water Crisis)દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક વિસ્તારોમાં પૂરતા દબાણ સાથે પાણી ન મળતું હોવાની ફરિયાદો વધી રહી છે. આજવા સરોવરની જળસપાટી સતત ઘટતા કોર્પોરેશન દ્વારા પાણીના વિતરણમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરામાં પાણીની સમસ્યા (Water Crisis)દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે

મળતી માહિતી મુજબ, વડોદરાના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી ઘટીને 206 ફૂટ સુધી પહોંચી ગઈ છે. સરોવરમાં પાણીની આવક ઓછી થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત અનુભવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં તો લોકો સુધી માત્ર ઓછા પ્રેશરથી પાણી પહોંચતું હોવાથી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

પાણીની ઘટતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠાના સમયમાં આડકતરી રીતે 10થી 15 મિનિટનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે લોકો હવે ખાનગી ટેન્કરો અને પાણીના કેન ખરીદવા મજબૂર બન્યા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં ગંદુ અને રંગીન પાણી આવવાની ફરિયાદો પણ સામે આવી છે. જેના કારણે પીવાના શુદ્ધ પાણી માટે લોકોને વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ (Deepa Shrivastava) પાણીની સમસ્યાનો જાતે જ અભ્યાસ કરવા માટે ગાજરાવાડી પાણીની ટાંકી ખાતે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન વાઘોડિયા રોડ વિસ્તારના ચંદ્રપ્રભા નગરમાં પાણી પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું હતું.

સ્થાનિકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે ટેન્કરની વ્યવસ્થા કરી અને જાતે ટ્રેક્ટર ચલાવી ચંદ્રપ્રભા નગર સુધી પહોંચ્યા હતા. ત્યાં તેમણે પાણી માટે રાહ જોઈ રહેલા લોકોને ટેન્કર મારફતે પાણી વિતરણ કરીને તાત્કાલિક રાહત પહોંચાડી હતી. તેમની આ કામગીરીની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો

આ પણ વાંચો : અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સમસ્યા

આ પણ વાંચો : રાજકોટની જીવાદોરી મનાતો આજીડેમ ઓવરફ્લો, પાણીની સમસ્યા હલ થવાની આશા