Why should Not Keep EX gifts after breakup શું તમારું પણ બ્રેકઅપ(Breakup) થઈ ગયું છે, પરંતુ તમે હજુ સુધી તમારા એક્સ (Ex) પાર્ટનરે આપેલી ગિફ્ટ સાચવીને રાખી છે? જો હા, તો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ અનુસાર આજે જ તેમના દ્વારા આપવામાં આવેલી આ 4 વસ્તુઓ ઘરની બહાર કાઢી નાખો, નહીં તો તમે જીવનમાં ક્યારેય ખુશી-ખુશી આગળ વધી શકશો નહીં. અવારનવાર વડીલો પણ કહેતા હોય છે કે દાનમાં મળેલી વસ્તુ અને તૂટેલા સંબંધની નિશાનીને ક્યારેય ઘરમાં સાચવીને ન રાખવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જ્યારે તમે કોઈ વસ્તુને વારંવાર જુઓ છો, ત્યારે તેની સાથે જોડાયેલી જૂની યાદો મનમાં તાજી થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ભૂતકાળમાંથી બહાર નથી આવી શકતો અને તેની અસર મેન્ટલ હેલ્થની સાથે શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.
Breakup પછી એક્સ પાર્ટનરની કઈ 4 વસ્તુઓ ન રાખવી જોઈએ?
જો તમારા એક્સે તમને ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી, તો બ્રેકઅપ(Breakup) પછી તેને ભૂલથી પણ તમારી પાસે ન રાખો. ઘડિયાળ બંધ સંબંધો અને અટકેલા સમયનું પ્રતીક બને છે. તેને પાસે રાખવાથી તમે જૂની યાદોમાં જ ખોવાયેલા રહેશો અને જીવનમાં પ્રગતિ અટકી જશે.
બ્રેકઅપ(Breakup) પછી એક્સ દ્વારા આપવામાં આવેલો રૂમાલ પણ ઘરમાં ન રાખવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં રૂમાલને આંસુ, દુઃખ અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને તમારી સાથે રાખવાથી જીવનમાં ક્યારેય ખુશીઓ નથી આવતી.
શાસ્ત્રો અનુસાર, કાચની બનેલી કોઈ પણ ગિફ્ટ અથવા શોપીસ બ્રેકઅપ(Breakup) પછી ઘરમાં ન રાખવી જોઈએ. કાચ તૂટવાની અને સંબંધોમાં તિરાડ પડવાની નકારાત્મક ઉર્જા પેદા કરે છે, જે તમારા રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે.
જો તમને ગિફ્ટમાં મોંઘા જૂતા કે ચપ્પલ મળ્યા હોય, તો તેને પણ તરત જ હટાવી દો. આ વસ્તુઓનો નકારાત્મક પ્રભાવ તમારા ભાગ્ય પર પડે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે.
એક્સની ગિફ્ટનું શું કરવું જોઈએ?
જો તમારું બ્રેકઅપ(Breakup) થઈ ગયું હોય અને આ વસ્તુઓ તમારી પાસે હોય, તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તે બધી વસ્તુઓ તેમને પરત (Return) કરી દો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દો. પરંતુ, જો તમે તેને યાદગાર તરીકે રાખવા જ માંગતા હોવ, તો તેને ઘરના કોઈ એવા ખૂણામાં કે રૂમમાં છુપાવીને રાખો જ્યાં તમારી નજર રોજ-રોજ તેના પર ન પડે, જેથી તમારા ડેઈલી રૂટિન અને માનસિક શાંતિ પર તેની કોઈ ખરાબ અસર ન થાય.


