Not Set/ સુરેન્દ્રનગર/ મૂળી તાલુકામાં સગા ભાઈ-બહેનને કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆતમાં એક કેસ નોંધાયો હતો, પરંતુ તે રિકવર થઈ જતાં એક પણ એક્ટિવ કેસ નહોતો. જો કે, બહારથી આવેલા લોકોને કારણે કોરોનાએ ફરીથી એન્ટ્રી કરી હતી. આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં કોરોનાના કેસો […]

Gujarat Others

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆતમાં એક કેસ નોંધાયો હતો, પરંતુ તે રિકવર થઈ જતાં એક પણ એક્ટિવ કેસ નહોતો. જો કે, બહારથી આવેલા લોકોને કારણે કોરોનાએ ફરીથી એન્ટ્રી કરી હતી.

આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં કોરોનાના કેસો નોંધાયા હતા. ત્યારે હવે ફરીથી બે વધુ કેસ મૂળી તાલુકામાં નોંધાયા છે. મુળી તાલુકાના ઉમરડા ગામમાં વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે.

ઉમરડા ગામમાં સગા ભાઈ અને બહેન કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.  

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં અત્યારે સુધીમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 15 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.