Not Set/ વલસાડ/ કેમિકલ ક્લસ્ટર વાપીની એક કંપનીમાં લાગી ભીષણ આગ

વલસાડમાં પ્લાસ્ટિક મટીરીયલ કંપનીમાં આગની ઘટના સામે આવી છે.વાપી સી ટાઇપ વિસ્તારમાં આવેલી  મીર એક્રેલીક નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તો ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવા પ્રયાસ હાથ ધર્યા હતા. લાકડા અને પ્લાસ્ટિકના મટીરીયલમાં ભીષણ આગ લાગી હતી. જો કે ફાયરની ટીમ દ્વારા આગને […]

Gujarat Others

વલસાડમાં પ્લાસ્ટિક મટીરીયલ કંપનીમાં આગની ઘટના સામે આવી છે.વાપી સી ટાઇપ વિસ્તારમાં આવેલી  મીર એક્રેલીક નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તો ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવા પ્રયાસ હાથ ધર્યા હતા.

લાકડા અને પ્લાસ્ટિકના મટીરીયલમાં ભીષણ આગ લાગી હતી. જો કે ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તથા આગમાં કોઇ જાનહાનીના સમાચાર નથી. તેમજ 4થી વધુ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.