Not Set/ Facebookમાં હિંદુ દેવી-દેવતાઓ વિશે બીભત્સ પોસ્ટ કનારા વિરુદ્ધ સાયબરક્રાઇમે નોંધી ફરિયાદ

સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી ન દુભાય અને વર્ગ વિગ્રહ ન સર્જાય તે માટે સાયબર ક્રાઇમની ટિમ સતત આ પ્રકારની પોસ્ટ પર વોચ રાખતી હોય છે. અને આવી જ પોસ્ટ ફેસબુક પર મળી આવતા આઠેક જેટલા ફેસબુક આઈડી ધારક સામે સાયબર ક્રાઇમમાં આઇપીસી અને આઇટી એકટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ પોસ્ટમાં ભગવાન […]

Ahmedabad Gujarat

સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી ન દુભાય અને વર્ગ વિગ્રહ ન સર્જાય તે માટે સાયબર ક્રાઇમની ટિમ સતત આ પ્રકારની પોસ્ટ પર વોચ રાખતી હોય છે. અને આવી જ પોસ્ટ ફેસબુક પર મળી આવતા આઠેક જેટલા ફેસબુક આઈડી ધારક સામે સાયબર ક્રાઇમમાં આઇપીસી અને આઇટી એકટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ પોસ્ટમાં ભગવાન શ્રી રામ, કૃષ્ણ અને સીતા માતા પર બીભત્સ લખાણ લખાયા છે. 

સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા વાયરલેસ પીએસઆઇ એચ.એન.પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ દ્વારા સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મુકાતી હોય તો તેની પર નજર રાખવામાં આવે છે. અને આ ટીમને આવી જ એક પોસ્ટ નજરમાં આવી હતી. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં જનતા ત્રસ્ત થઈ ગઈ છે. અને આવા સમયમાં ધર્મને લગતી જ વિવાદિત પોસ્ટ અને લખાણ ગાંધીનગર ડિજી ઓફિસના ધ્યાને આવ્યું હતું. જે મામલો સાયબર ક્રાઇમને મેલ દ્વારા જણાવવામાં આવ્યો હતો.સાઇબર ક્રાઇમે આ મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.