Not Set/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પેટ્રોલ પંપ પર બસ સળગતાં 28 મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગત મધરાત્રીએ લકઝરી બસમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર આવેલા પેટ્રોલ પમ્પમાં ડિઝલ ભરાવવા આવેલી બસમાં અચાનક આગ લાગતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.બસમાં કુલ 28 લોકો સવાર હતાં. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. એક કલાકની જહેમત બાદ લક્ઝરી બસમાં […]

Ahmedabad Gujarat

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગત મધરાત્રીએ લકઝરી બસમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર આવેલા પેટ્રોલ પમ્પમાં ડિઝલ ભરાવવા આવેલી બસમાં અચાનક આગ લાગતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.બસમાં કુલ 28 લોકો સવાર હતાં. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. એક કલાકની જહેમત બાદ લક્ઝરી બસમાં લાગેલી આગને કાબુમાં મેળવાયો હતો.

બસમાં આગ એટલી ભયંકર લાગી હતી કે તેના પર કાબુ મેળવવા માટે ભારે જહેમત લાગી હતી. આ બસ બેંગલોરથી જોધપુર જઇ રહી હતી. જો કે સદ્દનસીબે આગમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નહોતી. બસ પર આગ કાબુમાં લીધા બાદ મુસાફરોને અન્ય વાહન દ્વારા વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.