Not Set/ ઘરેલુ વિમાન સેવાઓ 25 મે થી શરૂ, આ નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે

ભારત સરકારે કોરોનાવાયરસને રોકવા માટે દેશમાં લોકડાઉન લાગુ કર્યું હતુ, જેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન લગભગ બધું જ અટકી ગયું છે. પરંતુ આ દરમિયાન હવે દેશ ફરી એકવાર ઉડાન ભરવાની તૈયારીમાં છે. આપને જણાવી દઇએ કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 25 મે થી ઘરેલુ વિમાન સેવાઓ શરૂ કરવાની ઘોષણા કરી છે. ત્યારે આ […]

India

ભારત સરકારે કોરોનાવાયરસને રોકવા માટે દેશમાં લોકડાઉન લાગુ કર્યું હતુ, જેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન લગભગ બધું જ અટકી ગયું છે. પરંતુ આ દરમિયાન હવે દેશ ફરી એકવાર ઉડાન ભરવાની તૈયારીમાં છે. આપને જણાવી દઇએ કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 25 મે થી ઘરેલુ વિમાન સેવાઓ શરૂ કરવાની ઘોષણા કરી છે. ત્યારે આ મુસાફરી માટે મુસાફરોએ અમુક નવા નિયમોનું પાલન કરવુ જરૂરી બન્યુ છે. સાથે જ દેશના તમામ એરપોર્ટ પર પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું ફરજીયાત બનાવાયું છે.

કોરોનાનાં કહેરની વચ્ચે દેશમાં હવાઈ સેવાઓ 25 મેં થી  શરૂ થવાની છે ત્યારે ડોમેસ્ટીક એરપોર્ટ પર વ્યવસ્થાનાં ભાગ રૂપે મુસાફરોનું અરાઈવલ અને ડિપાર્ચર બંને વખતે આરોગ્યની તપાસ ફરજીયાત કરશે,  સાથે જ પ્રવેશ દ્વારથી લઈને સિક્યુરિટી એરિયા સુધી તમામ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તે માટે એક એક મીટરનાં અંતરે માર્કિંગ કરવામાં આવ્યું છે. સેલ્ફ લગેજ સ્કેનિંગ, ચેક-ઈન તેમજ સિક્યુરિટી ચેકીંગ તમામ સ્થળો પર આ પ્રકારનાં માર્કિંગની સાથે એક સાથે મોટી સંખ્યામાં મુસાફરો લાઈનમાં ઉભા ના રહે તે માટે પ્રથમ વખત ચેક ઈન જગ્યા પર વિશેષ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં વચ્ચેની સીટ પર કોઈ બેસસે નહિ તે માટે ક્રોસનું માર્કિંગ કરાયું છે. તેમજ કોરોના વોરિયર્સની સિક્યુરિટી ચેકીંગ માટે પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી તેમને સામાન્ય જનતાની વચ્ચે લાઈનમાં ઉભા ના રહેવું પડે અને સીધી જ ફ્લાઈટ બોર્ડ કરી શકે. સાથે જ મુસાફરો માટે કેટલાક નિયમો ફરજીયાત કરાયા છે જેમ કે

2 કલાક પહેલા ફરજીયાત એરપોર્ટ પહોંચવું

માસ્ક અને હેન્ડગ્લવ્સ ફરજીયાત પહેરવા 

14 વર્ષથી મોટી વયનાં લોકો માટે ફરજીયાત આરોગ્ય સેતુ એપ

આ તમામ નિયમોનાં ચુસ્ત પાલન બાદ જ મુસાફરો મુસાફરી કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.