Not Set/ અમદાવાદ/ SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી, કોરોના વોર્ડમાં દાખલ દર્દી થયો ફરાર

અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ દર્દી ફરાર થયો છે. હોસ્પિટલમાંના ડોકટરે હવે આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ દર્દીને શોધવા ત્વરિત તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર  અમદાવાદની SVP હોસ્પિટલમાં આવેલ B-1 વોર્ડમાં સરખેજમાં […]

Ahmedabad Gujarat

અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ દર્દી ફરાર થયો છે. હોસ્પિટલમાંના ડોકટરે હવે આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ દર્દીને શોધવા ત્વરિત તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  અમદાવાદની SVP હોસ્પિટલમાં આવેલ B-1 વોર્ડમાં સરખેજમાં ક્રિસ્ટીયા સોસાયટીમાં રહેતા 30 વર્ષના યુવકને  કોરોના પોઝિટિવ દર્દી દાખલ હતો. પરંતુ શુક્રવારે રાતે લગભગ 10 વાગ્યે દર્દી ત્યાંથી ફરાર થયો હતો. શનિવારે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી ડોક્ટર તેની સારવાર હાથ ધરી પરંતુ દર્દી B-1 વોર્ડમાં ન હતો. હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં દર્દી ફરાર થઈ જતા તેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો ન હતો.

એસવીપીના ડોક્ટરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને દર્દીને શોધવા મથામણ શરૂ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.