આજનાં ભાગદૌડ ભર્યા જીવનમાં લોકો પોતાના માટે પણ પૂરતો સમય આપી શકતા નથી, રોજબરોજનાં એક જેવા કામોનાં કારણે કપલની સેક્સલાઈફમાં ઘણાં અવરોધો આવતાં હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે જે તમને અવરોધ લાગે છે તે જ તમારો ઉકેલ પણ હોય શકે.

કેનેડાના રિસર્ચરોનું કહેવું છે કે જો પુરુષોને બેડરૂમની લાઇફ એક્સાઇટિંગ જોઈતી હોય તો ઘરકામમાં મદદ કરવી જ જોઈએ. જે પુરુષો ઘરકામમાં પત્નીને મદદ કરે છે તેમને વધુ વખત અને વધુ સંતોષજનક સેક્સ માણવા મળે છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ એલ્બર્ટાના રિસર્ચરોએ નોંધ્યું હતું કે ફીમેલ પાર્ટનરને મદદ કરનારા પુરુષોમાં સમાગમની ફ્રીક્વન્સી વધારે હોય છે. રસોઈમાં મદદ કરવી, વાસણ ઘસવા, કપડાં ધોવાં જેવાં ઘરનાં અને સ્ત્રીઓનાં ગણાતાં કામોમાં મદદ કરવાથી પુરુષો અને સ્ત્રીઓ બન્નેમાં જાતીય સંતોષ વધે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
