કોરોના વાઈરસ ના કહે વચ્ચે લોક ડાઉન 4.0 ના દેશમાં ઘણી છૂટ છાટ આપવામાં આવી છે. જે અનુસાર આજથી ડોમેસ્ટિક ફલાઇટની સેવા ચાલુ કરવામાં આવી છે. ગુજરાતમાંથી પણ વિવિધ શહેરોમાંથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવામાં આવી છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન એવા રાજકોટ શહેરમાંથી જ ડોમેસ્ટિક ફલાઇટની મંજૂરી મળી નથી. જેને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા ઉડ્ડિયન મંત્રીને પત્ર લખી વિમાન સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
વધુમાં પત્રમાં, 1 જૂન પહેલા રાજકોટથી ફલાઇટ શરૂ કરવા માંગ કરી છે. અન્યથા જો ફલાઇટ શરૂ ના થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
