Not Set/ એવુ શું કારણ છે કે માયાવતી ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ કોંગ્રેસ પર સતત કરી રહ્યા છે શાંબ્દિક પ્રહાર

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે રોજગારનું સંકટ સર્જાયા બાદ સ્થળાંતરીત મજૂરો પોતપોતાના રાજ્યોમાં પરત ફરી રહ્યા છે. પરપ્રાંતિય મજૂરો પગપાળા ઘરે પરત ફરવાના મુદ્દે દેશનાં સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. જણાવી દઇએ કે, કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પગપાળા સ્થળાંતર કરી રહેલા મજૂરોનાં પરત પર સવાલ ઉઠાવ્યા હતા અને યુપી સરકારને 1000 બસોની […]

India

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે રોજગારનું સંકટ સર્જાયા બાદ સ્થળાંતરીત મજૂરો પોતપોતાના રાજ્યોમાં પરત ફરી રહ્યા છે. પરપ્રાંતિય મજૂરો પગપાળા ઘરે પરત ફરવાના મુદ્દે દેશનાં સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. જણાવી દઇએ કે, કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પગપાળા સ્થળાંતર કરી રહેલા મજૂરોનાં પરત પર સવાલ ઉઠાવ્યા હતા અને યુપી સરકારને 1000 બસોની ઓફર કરી હતી.

આ મામલે બંને પક્ષો તરફથી ઉગ્ર નિવેદનો સામે આવ્યા હતા અને અંતે કોંગ્રેસની બસો પરત ફરી હતી. જો કે, આ સમગ્ર પ્રકરણમાં બીએસપી સુપ્રીમો માયાવતી ભાજપની જગ્યાએ કોંગ્રેસ પર વધુ આક્રમક જોવા મળ્યા હતા. એટલું જ નહીં, માયાવતીએ રાહુલ ગાંધી મજૂરોને મળતા હોવાના વીડિયોને પણ નિશાનો બનાવ્યો હતો. છેવટે, એવું શું કારણ છે કે માયાવતીને આંખોમાં આજકાલ ભાજપથી વધુ કોંગ્રેસ ખટકી રહ્યુ છે?

છેલ્લા કેટલાક દિવસોનાં માયાવતીનાં ટ્વીટને જોઈએ, તો તેમણે સ્થળાંતર મજૂરોની દુર્દશા માટે ભાજપ કરતાં કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા છે. માયાવતી પોતાના ટ્વીટ્સમાં સીધા રાહુલ ગાંધી અને પ્રિયંકાને નિશાનો બનાવી રહ્યા છે. આ પાછળનું કારણ ઘણુ લાંબું છે અને ભૂતકાળની રાજકીય ઘટનાઓ પણ આની સાક્ષી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન મધ્યપ્રદેશની ગુના બેઠક પર જ્યોતિરાદિત્ય સિંધિયાની સામે લડતા બસપાનાં ઉમેદવારનો કોંગ્રેસને ટેકો આપવાની વાત હોય કે રાજસ્થાનનાં બસપાનાં તમામ 6 ધારાસભ્યોએ કોંગ્રેસમાં પ્રવેશ કરવો પડ્યો હોય તે વાત હોય, માયાવતીને કોંગ્રેસથી સતત ઝટકા મળી રહ્યા છે.

આ સિવાય કોંગ્રેસ પર માયાવતીનાં બગડવાનું સૌથી મોટું કારણ 2022 ની આગામી યુપી વિધાનસભાની ચૂંટણીઓ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 2019 ની લોકસભાની ચૂંટણી પછી યુપીમાં સૌથી વધુ સક્રિય હોવાનું લાગી રહ્યું છે. મુદ્દો યુપીનાં કાયદો અને વ્યવસ્થાને લગતો હોય કે કોરોના વાયરસનાં રોગમાં મજૂરોની દુર્દશાની હોય, એસપી-બસપાનાં મુકાબલે પ્રિયંકા ગાંધી યોગી સરકાર પર સીધા આકરા પ્રહાર કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં બસપા સુપ્રીમોને તેમની વોટબેંક કોંગ્રેસમાં સરકી જવાનો ડર છે. આપને જણાવી દઇએ કે, સમાજવાદી પાર્ટી સાથે 2019 ની લોકસભાની ચૂંટણી લડ્યા હોવા છતાં માયાવતી ભાજપને સત્તા પર આવતા રોકી શક્યા નહીં. આ ચૂંટણી બાદથી ભાજપ વિરુદ્ધ વોટ બેન્ક યુપીમાં વિકલ્પની શોધમાં છે અને પ્રિયંકા ગાંધી સક્રિયતા આ વોટબેંકને પોતાની તરફ ખેંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.