દેશમાં લોકડાઉન લાગુ કર્યા બાદથી દેશની સ્થિતિ પૂરી રીતે બદલાઇ રહી છે. લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે, કેબ સર્વિસ પ્રોવાઇડર ઓલા પછી તેના હરીફ ઉબેર ઇન્ડિયાએ પણ 600 કર્મચારીઓને છૂટા કરી દીધા છે.
કોરોના વાયરસનાં કારણે સમગ્ર દુનિયામાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. કંપનીઓ આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહી છે. દરમિયાન ઉબેર ઈન્ડિયાએ મંગળવારે કહ્યું કે, તેણે પોતાના 600 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેમા ડ્રાઇવર્સ, બિઝનસ ડેવલોપમેન્ટ, માર્કેટિંગ અને અન્ય વિભાગોથી જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ દેશમાં 2,400 કર્મચારીઓનાં ¼ છે.
નોંધપાત્ર વાત એ છે કે, કંપનીએ વૈશ્વિક પુનર્ગઠન કરવાની જાહેરાત કરી હતી. તે ભારતમાં છૂટા કરાયેલા કર્મચારીઓનો એક ભાગ છે. દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આથી, કંપની આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ઓલા દ્વારા 1,400 કર્મચારીઓને છૂટા કરવાની ઘોષણા કર્યાનાં થોડા દિવસ બાદ જ ઉબેર એ આ નિર્ણય લીધો છે. કારણ કે લોકડાઉન દરમિયાન બે મહિનામાં આવક 95 ટકા ઘટી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
