Not Set/ માત્ર ૯૯૯ રૂપિયામાં માણો હવાઈ મુસાફરી, આ કંપની આપી રહી છે ખાસ ઓફર

નવી દિલ્હી, દેશભરમાં તહેવારોની મોસમ જામી છે ત્યારે ગ્રાહકોને આકર્ષવવા માટે કંપનીઓ દ્વારા અવનવી ઓફરો આપવામાં આવી રહી છે. આ સમયમાં જો તમે કોઈ જગ્યાએ ફરવા માટેનો પ્લાન બનાવ્યો હોય અને એ પણ પ્લેન દ્વારા, તો તમારી માટે એરલાઇન્સ કંપની દ્વારા આપવામાં આવી રહેલી ખાસ ઓફરનો ફાયદો માની શકો છો. દેશની સૌથી મોટી કંપનીઓમાની એક […]

Trending Business

નવી દિલ્હી,

દેશભરમાં તહેવારોની મોસમ જામી છે ત્યારે ગ્રાહકોને આકર્ષવવા માટે કંપનીઓ દ્વારા અવનવી ઓફરો આપવામાં આવી રહી છે. આ સમયમાં જો તમે કોઈ જગ્યાએ ફરવા માટેનો પ્લાન બનાવ્યો હોય અને એ પણ પ્લેન દ્વારા, તો તમારી માટે એરલાઇન્સ કંપની દ્વારા આપવામાં આવી રહેલી ખાસ ઓફરનો ફાયદો માની શકો છો.

business-indigo-special offers-10-lakh-seats-999-rupee-air-ticket-travel

દેશની સૌથી મોટી કંપનીઓમાની એક ઇન્ડિગો દ્વારા આ ઓફર આપવામાં આવી રહી છે.

૯૯૯ રૂપિયામાં કરી શકાશે યાત્રા 

business-indigo-special offers-10-lakh-seats-999-rupee-air-ticket-travel

હકીકતમાં ઇન્ડિગો દ્વારા પોતાની ૧૦ લાખ સીટો માટે એક સેલ શરુ કરવામાં આવ્યો છે. આ સેલના ભાગરૂપે ટિકિટ બુકિંગ માત્ર ૯૯૯ રૂપિયાથી શરુ થશે.

કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે,આ ઓફરમાં એક ટ્રીપનું ભાડું ૯૯૯ રૂપિયા હશે. જેમાં ગ્રાહકો પોતાના નેટવર્કમાં ગમે ત્યાં યાત્રા કરી શકે છે. જો કે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, “આ ઓફર માર્યાદિત સમય માટે જ છે”.

૨૦ ટકા સુધી મળશે કેશબેક

business-indigo-special offers-10-lakh-seats-999-rupee-air-ticket-travel

આ ઉપરાંત કંપની દ્વારા મોબાઈલ વોલેટ મોબિક્વિક ઉપયોગ કરનારા ગ્રાહકોને ૨૦ ટકા સુધી કેશબેક આપી રહી છે. આ કેશબેક વધુમાં વધુ ૬૦૦ રૂપિયા હોઈ શકે છે.

ક્યાં સુધી ચાલશે આ સેલ ? 

કંપનીના જણાવ્યા મુજબ, આ સેલ સોમવારથી શરુ થઇ ૬ સપ્ટેમ્બર સુધી ચાલશે. જ તમે અ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોય તો તમને ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૮થી ૩૦ માર્ચ ૨૦૧૯ વચ્ચે યાત્રા કરવા માટે ટિકિટ બુક કરાવી શકો છો.