Not Set/ મહીસાગર જીલ્લામાં કોરોના વધુ 8 કેસ પોઝિટિવ આવતા હડકંપ

કોરોનાનો કહેર ગુજરાતમાં જાણે અટકવાનું નામ ન લઇ રહ્યો હોય તે રીતે રોજબરોજ અધધધ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત ચિંતાનો વિષય તે પણ છે કે, કોરોના હવે શહેરો પુરતો સીમીત નથી રહ્યો અને ગુજરાતનાં તમામ વિસ્તારોમાં પોતાનો પગ દંડો જમાવી રહ્યો છે, ત્યારે ફરી મહીસાગર જીલ્લા માટે ચિંતા વધારતા સમાચાર સામે આવી રહ્યા […]

Gujarat Others

કોરોનાનો કહેર ગુજરાતમાં જાણે અટકવાનું નામ ન લઇ રહ્યો હોય તે રીતે રોજબરોજ અધધધ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત ચિંતાનો વિષય તે પણ છે કે, કોરોના હવે શહેરો પુરતો સીમીત નથી રહ્યો અને ગુજરાતનાં તમામ વિસ્તારોમાં પોતાનો પગ દંડો જમાવી રહ્યો છે, ત્યારે ફરી મહીસાગર જીલ્લા માટે ચિંતા વધારતા સમાચાર સામે આવી રહ્યા છે. 

જી હા મહીસાગર જીલ્લામાં કોરોના વધુ 8 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. આજે સામે આવેલા નવા કોરોના પોઝિટિવનાં 8 કેસમાં  લુણાવાડામાં 1, સંતરામપુરમાં 1, બાલાસિનોરમાં 2, ખાનપુરમાં 1 અને કડાણા તાલુકામાં 3  લોકોનાં કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. મતલબ કે કોરોના જીલ્લાનાં ખુણે ખુણે પહોંચવાની નેમ ધારણ કરી બેઠો હોય તેવું પ્રતિત થઇ રહ્યું  છે, આજનાં 8 કેસના વધારા સાથે જીલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 120 થઇ ગાયનું જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….