Not Set/ કોરોના કાળમાં પણ બુટલેગરો બાજ આવે તેવું પ્રતિત થતું નથી, ભરૂચ જિલ્લા LCBનો સપાટો

કોરોનાની મહામારીમાં લોકો બચાવની સ્થિતિમાં જોવામાં આવે છે અને આ કાળાબજારી અને બુટલેગરો બરબાદ કરવાનાં મુડમાં દેખાઇ રહ્યા છે. દારુની બદી ગુજરાતમાં એટલે સુધી ઘર કરી ગઇ છે કે ક્યારેક મજાક કે સામાન્યતા કહેવાતા વાક્યો કે “ગુજરાતમાં દારુબંધી છે???” તે ગંભીરતાથી વિચારાધિન થઇ જાય છે.  જી હા આ મહામારી કાળ કોરોનામાં પણ દારુનાં વેપલા વાળાને […]

Gujarat Others

કોરોનાની મહામારીમાં લોકો બચાવની સ્થિતિમાં જોવામાં આવે છે અને આ કાળાબજારી અને બુટલેગરો બરબાદ કરવાનાં મુડમાં દેખાઇ રહ્યા છે. દારુની બદી ગુજરાતમાં એટલે સુધી ઘર કરી ગઇ છે કે ક્યારેક મજાક કે સામાન્યતા કહેવાતા વાક્યો કે “ગુજરાતમાં દારુબંધી છે???” તે ગંભીરતાથી વિચારાધિન થઇ જાય છે. 

જી હા આ મહામારી કાળ કોરોનામાં પણ દારુનાં વેપલા વાળાને ઝપ નથી. રોજને રોજ ગુજરાતનાં અલગ અલગ ગમે તે ખુણેથી દારુ મળી આવે છે. આજે પણ આવો જ ક્યાંસ જોવામાં આવી રહ્યો છે અને ભરૂચ જિલ્લા LCB તેમજ રાજપારડી પોલીસની રેડ દરમિયાન રાજપારડીમાંથી વિદેશી દારુનો અધધધ મોટો જથ્થો ઝડપાયો છે. 

રેડમાં દારુ સહિત 3812000 રુ નો મુદ્દામાલ એલ સી બી દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દારુ પણ છુપાવવાનાં આ બુટલેગરો પાસે અજીબો ગરીબ કિમીયા હોય છે અને આ ઝડપાયેલો જથ્થો ખેતરમાં છુપાવેલ હોવાનું સામે આવી છે. રૂપિયા  676800ની કિમતનો વિદેશી દારુ જથ્થો રાજપારડી પોલીસે કબજો કર્યો છે ત્યારે આ દારુ આવે છે ક્યાથી અને ગુજરાતમાં આવા રિમેટ લોકેશન પર કેમ ક્યાંય પણ પકડાયા વિના દરવખતે પહોંચી જાય છે તે સવાલ હાલ પણ અઉકેલ્યો જ રહ્યો હોવાનું જોવામાં આવે છે. 

જો કે  આ વિસ્તારમાંથી પોલીસ દ્વારા કુલ  રૂપિયા 1058000 નો દારુનો અધધધ જથ્થો એક જ દિવસે પકડી પાડતા બુટલેગરો અને દારુનો વેપલો કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પોલીસ અને LCB દ્વારા આજ વિસ્તારમાં હજુ પણ દારુ મામલે રેડ કરવામાં આવશે તેવી ભિતિ સાથે અનેક મોટા બુટલેગરો અને દારુ સાથે જોડાયેલા અસામાજીક તત્વો પોબારા થઇ ગયાની પણ ચર્ચા સાંભળવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….