કોરોનાવાયરસની સૌથી વધુ માર સહન કરી રહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ છેલ્લા ઘણા સમયથી Hydroxychloroquine દવાનું સેવન કરી રહ્યા છે. જેની ડોનાલ્ડ ટ્રમ્પ પર શું અસર થઇ રહી છે તેને લઇને વ્હાઈટ હાઉસે હવે એક નિવેદન જારી કર્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ દવાનાં બે અઠવાડિયાનાં ડોઝ લીધા પછી ‘ખૂબ સારું’ અનુભવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું માનવુ છે કે જો તે આ જીવલેણ વાયરસનાં સંપર્કમાં આવે છે, તો તે ફરીથી મેલેરિયા વિરોધી દવાઓ લેવાનુ શરૂ કરશે.
આપને જાણીને નવાઇ લાગશે કે, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, જેને ટ્રમ્પે COVID-19 ની સારવારમાં ‘ગેમ-ચેન્જર’ દવા ગણાવી હતી, તે હજુ પણ યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા માન્ય નથી. તેમ છતા ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી આ દવાનું સેવન કરતા રહ્યા છે. જણાવી દઇએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ પર હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાનાં ક્લિનિકલ ટ્રાયલ્સ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો હતો. આ દવાનાં ઉપયોગથી કોરોના દર્દીઓમાં મૃત્યુની સંભાવના વધારવાનાં દાવા બાદથી સાવચેતીનાં ભાગરૂપે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે અમેરિકામાં કોરોનાનાં વધી રહેલા કેસ અને સતત મોત પર ડોનાલ્ડ ટ્રમ્પ WHO ને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમનુ માનવુ છે કે WHO એ સમય પહેલા આ મહામારી વિશે જાણ કરી નહોતી, જેના કારણે અમેરિકામાં આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
