રાજકોટ એરપોર્ટ ઉપર મુંબઇ થી ફ્લાઇટ નું આગમન થયું છે.. મુંબઈ થી 144 સીટની ફ્લાઇટ માં 100 મુસાફરો આવી ચુક્યા છે.. મુંબઈથી આવેલા મુસાફરો પૈકી આફ્રિકા ના ટાંઝાનીય થી સીધા જ મુંબઇ અનેં મુંબઈથી સુધા જ રાજકોટ આવેલા બુખારી નામના મુસાફર ને લઈને એરપોર્ટ ઓથોરિટી થી લઈને મેડિકલ વિભાગ એલર્ટ થયો છે.. મુંબઇ માં મેડિકલ કરાવ્યા વગર સીધા જ રાજકોટ ની ફ્લાઇટ માં બેસેલા મુસાફર ને કોરન્ટીન કરવા માટે પીપીપી કીટ સાથે એરપોર્ટ ઓથોરિટી અને મેડિકલ સ્ટાફ સજ્જ હતો.

જુનાગઢ ના વતની યુવાન ને એરપોર્ટ ઉપર ઉતરતા જ સીધા તેને એરપોર્ટ ઉપર તૈયાર કરેલા કોવિડ રૂમ માં રાખવામાં આવ્યા હતા જ્યાંથી તેને રાજકોટ ની ખાનગી હોટેલ ખાતે 108 મારફત લઈ જવામાં આવ્યા છે.. જિલ્લા વહીવટી તંત્ર ને સહયોગ આપવાની આનાકાની કરી હતી ત્યારે બાદ એરપોર્ટ અધિકારીઓ અને મેડિકલ સ્ટાફે તેને સમજાવી ને રાજકોટ માં 108 મારફત હોટેલ ખાતે કોરન્ટીન કર્યો છે.. બુખારી ને જામનગર સસરા ના ઘરે જવું હતું.. જોકે એ નિયમ વિરુદ્ધ નું હતું.. મુસાફર ના વ્યવહાર અંગે જિલ્લા કલેક્ટર ને પણ જાણ કરવામાં આવી છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
